________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બાધ
૨૫ પૂણુનન્દમય પરબ્રહ્મ તે જ હું મહાવીરદેવ છું. હું–તું આદિ વ્યવહાર અને બાધ કરી શકતું નથી.
ભૌતિક શક્તિઓવાળા વીરે કરતાં આધિદૈવિક શક્તિઓવાળા વીરે અનંતગુણ શ્રેષ્ઠ છે અને તેમના કરતાં આત્મિક શક્તિઓવાળા વીરે અનંતગુણ શ્રેષ્ઠ છે.
તમે ગુણી અને રજોગુણી વિરો કરતાં સાત્વિક વીરો અનંતગુણ શ્રેષ્ઠ છે.
અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓની શક્તિઓવાળા કરતાં જડ-ચેતનસંગી લબ્ધિઓવાળા શ્રેષ્ઠ છે અને તેમના કરતાં શુદ્ધ આત્મિક લબ્ધિઓવાળા અનંતગુણ શ્રેષ્ઠ છે.
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પવલેશ્યા અને શુકલેશ્યાવાળા વીર અનુક્રમે ઉત્તરોત્તર અનંતગુણા શ્રેષ્ઠ છે. આર્તધ્યાન, શૈદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર થાનવાળા ઉત્તરોત્તર અનુક્રમે અનંતગુણ શ્રેષ્ઠ વિરે છે. ધર્મધ્યાની વીરો બને. શુકલધ્યાની મહાવીર બને. પાંચ સમિતિએ વીર બનો. કાયગુપ્તિથી વીર બને, વચનગુપ્તિથી વીર બનો અને મનગુપ્તિથી મહાવીર બનો.
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારાદિ પ્રકૃતિના સંબંધથી પેલી પાર પિતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણી તેના પ્રકાશક સ્વયં મહાવીર બનો. સત્વગુણી માયાના ઈશ બની પૌગલિક વસ્તુઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા-કરાવવારૂપ વીર થાઓ. સર્વ જડ અને દશ્ય દેહાદિ પદાર્થોમાં શુભાશુભભાવરહિત સામાયિક-મહાવીર બનો. દ્રવ્ય-ભાવરૂપ પ્રતિક્રમણ કરી સત્યવીર થાઓ. આત્મામાં સર્વ યજ્ઞો કરી યજ્ઞમહાવીર થાઓ. આત્મા વિના જડ વસ્તુઓની મોહ-મમતાનો ત્યાગ કરી અધ્યાત્મ ત્યાગીવર બને. સર્વ વાસનાઓના ત્યાગથી વાસનાત્યાગી મહાવીર બને.
૧૫
For Private And Personal Use Only