________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
અધ્યાત્મ મહાવીર “ વીર બને. જડ વીરેના ઉપરી ચેતનવીર બનો. અજ્ઞાનને નાશ. કરી જ્ઞાનવીર બને. અભક્તિને હટાવી ભક્તિવોર બનો. અચારિત્રને નાશ કરી ચારિત્રવીર બને. આસક્તિને હટાવીને નિરાસક્ત કર્મયોગીવર બને. અષ્ટાંગ સાધી મહાવીર બનો. સર્વ પ્રકારની કામાદિ વાસનાઓને હટાવી અધ્યાત્મમહાવીર બને.
સેવાવીર બનો. ઉત્સાહવીર થાઓ. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની વીર થાઓ. અવધિજ્ઞાની વીર થાઓ. મનઃ પર્યાવજ્ઞાની વીર થાઓ. કેવલજ્ઞાની મહાવીર થાઓ. વ્યવહારમાર્ગમાં વસ બની પ્રવર્તી અને નિશ્ચયમાર્ગમાં મહાવીર બની પ્રવર્તે. જીવવામાં અને મારવામાં મહાવીર બનો. અસતથી પાછા હટી સટ્વીર બને. શુદ્ધ પ્રેમથી પ્રેમવીર થાઓ. સરાગસંયમવીર થાઓ. વીતરાગ સંયમવીર થાઓ. પ્રતિજ્ઞાપાલક પ્રામાણિક વીર થાઓ. અશક્ય કાર્યો કરવામાં અને સત્યની પ્રાપ્તિ કરવામાં સર્વ દુઃખ પડે તે સહવામાં વીર થાઓ. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં વીર બનો.
તિભાવે સર્વ જી વીર છે. આવિર્ભાવે મહાવીર બને. મારા -ઉપદેશે સમજવામાં અને સ્વાધિકારે પ્રવર્તવામાં મહાવીર બનો. જે આત્માને મહાવીરરૂપ દેખે છે તે જ પરબ્રહ્મ મહાવીર બને છે. તમો સવે આત્માઓ સત્તાએ વીર છે. તમે શક્તિથી વીર બને. વ્યવહારથી મહાવીર બને. સર્વ પ્રકારની અશક્તિઓ ટાળમારા માર્ગે ચાલે અને મહાવીર બની અને મહાવીર પ્રભુરૂપે કરે
રાગદ્વેષના સંકલ્પવિકલ્પને જીતીને જે રાગદ્વેષરહિત નિર્વિકલ્પજ્ઞાનને આત્મામાં પ્રકાશ કરે છે તે પરબ્રહ્મ મહાવીર બને છે.
દેહથી સૂક્ષ્મ ઈન્દ્રિય છે. બુદ્ધિ ઈન્દ્રિયોને વિષની સાથે વ્યાપાર કરાવે છે. ઈન્દ્રિયે કરતાં રાગદ્વેષ સૂક્ષ્મ છે. તેના કરતાં મન સૂક્ષ્મ છે. મન કરતાં સૂમ બુદ્ધિ છે. બુદ્ધિ કરતાં જ્ઞાનાત્મક , પુરુષ સૂક્ષમ છે અને જ્ઞાનાત્મામાં પૂનઃ પ્રકાશમાન થાય છે.
For Private And Personal Use Only