________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
અધ્યાત્મ મહાવીર નિબળતા છે. સર્વ રોગોમાં જ્ઞાન પ્રધાન છે. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના અનેક પ્રકારના કે થાય છે. જ્ઞાન ગુણ છે અને અજ્ઞાન દેશ છે.
શારીરિક શક્તિવાળા અને લક્ષ્મી-સત્તા–રાજ્યાદિ ઐશ્વર્યવાળા ચક્રવતી કરતાં જંગલમાં ઝૂંપડીમાં રહેનાર એકે જ્ઞાની અનંતગણે શ્રેષ્ઠ, પૂજ્ય અને સેવ્ય છે.
જે સમાજમાં અજ્ઞાન છે ત્યાં કલેશ-ભેદ છે. અજ્ઞાનીમાં ષિ, મુનિ, બ્રાહ્મણ પણું હોતું નથી. જ્ઞાનીને તપ કે જપની જરૂર નથી. ગુરુની સેવાભક્તિથી અજ્ઞાનનાં આવરણ ટાળે છે અને જ્ઞાનને પ્રકાશ થાય છે.
દુનિયામાં જ્ઞાન તે જ અમૃત છે અને અજ્ઞાન તે જ વિષ છે. જ્ઞાન તે જ મહાસૂર્ય રૂપ વિઘણુ છે. જ્ઞાન તે જ પ્રભુ છે.
જ્ઞાનીઓના સમાગમથી જ્ઞાન પ્રગટે છે. તેની સેવાસંગતિથી જ્ઞાન પ્રગટે છે. જ્ઞાની આત્મા અનંતસાગરરૂપ છે. તેના -હદયને પાર પામી શકાતો નથી. જ્ઞાનીઓ સર્વાંગમાર્ગોમાં અભેદપણું જાણે છે અને અજ્ઞાનીઓ ભેદ જાણે છે. જ્ઞાનીઓ દુરાગ્રહ અને ખરાબ રૂઢિયેનો ત્યાગ કરે છે, જ્યારે અજ્ઞાનીઓ અસત્ય, કદાગ્રહ અને રૂઢિઓને પકડીને છેડી શકતા નથી. અજ્ઞાનીઓની સંગતિથી ડગલે ડગલે દુઃખ છે અને જ્ઞાનીઓની સંગતિમાં પગલે પગલે સુખ છે.
જ્ઞાની જ સત્ય ગુરુ બની શકે છે, પણ અજ્ઞાની સત્ય ગુરુ બની શકતો નથી. જ્ઞાનીએ શાસ્ત્રોમાં લખેલાં ભયસૂત્રે, યથાર્થસૂત્રો, ફલપ્રદર્શક સૂત્ર વગેરેને બરાબર સમજી શકે છે. તેમાં અજ્ઞાનીઓ મૂંઝાય છે. તેથી તેઓ પક્ષપાત, કદાગ્રહ, અન્યાય વગેરેને ત્યાગ કરી શકતા નથી. જ્ઞાનીઓ જે ભેગો ભેગવે છે તે નિર્જરાના હેતુભૂત થાય છે.
For Private And Personal Use Only