________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧
સર્વસામાન્ય બેધ જ મારું આધ્યાત્મિક રૂપ છે. અસથી પાછા ફરો અને સત્ તરફ. વળો. અસમાં મૂંઝાએ નહીં. અજ્ઞાન એ જ અસત્ છે અને જ્ઞાન એ જ સત્ છે.
ઔપચારિક અસદુભૂત વ્યવહારમાં શૂન્યપણું માની પ્રવર્તે. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, શુદ્ધ નૈશ્ચયિક સદ્ભૂતદષ્ટિથી દેખો અને અંતરમાં તે દૃષ્ટિની ભાવનાને શુદ્ધપગ ધારણ કરો. સંઝિલષ્ટઅને અસંલિષ્ટ સર્વ જડ ભાવમાં તટસ્થ આત્મભાવે વર્તો. અનૌપચારિક સદ્ભુત વ્યવહારથી આત્માને જ પરબ્રહ્ના એક સત્યરૂપે અનુભવ અને વ્યવહારમાં ઉપયોગથી પ્રવર્તે. જ્ઞાની અને અજ્ઞાની :
જ્ઞાની મહાત્માઓના વચનથી હલાહલ વિષ પીવું અને જ્ઞાનીના વચન પ્રમાણે વર્તવું, પરંતુ અજ્ઞાનીના વચનથી અમૃત પણ પીવું નહીં.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જે પૂર્ણતયા જાણે છે તે જ્ઞાની છે અને જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સર્વ બાબતનું સ્વરૂપ જાણતું નથી તે અજ્ઞાની છે.
જ્ઞાની મેરુપર્વત સમાન છે અને અજ્ઞાની સરસવ સમાન છે. જ્ઞાની જાગતો છે અને અજ્ઞાની ઊંઘત છે.
જ્ઞાન વિનાની ભક્તિ તે જડભક્તિ છે. જ્ઞાનીઓની નિશ્રાએ અજ્ઞાનપણે કરેલી ભક્તિસેવા પણ મોક્ષ માટે બને છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓની સેવાભક્તિ કરવી. જ્ઞાની મહાત્માઓની સેવાભક્તિથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
દેશ, ખંડ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબમાં જેટલી વિદ્યા અને જ્ઞાનની ખામી તેટલી ચડતીમાં ખામી હોય છે.
જ્ઞાન તે જ હું છું. જ્ઞાન તે જીવન છે અને અજ્ઞાન તે મૃત્યુ છે. જ્ઞાન પ્રકાશ છે અને અજ્ઞાન તમ છે. જ્ઞાન બળ છે અને અજ્ઞાન
For Private And Personal Use Only