________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બાય
અસત પુરુષને માન આપે નહીં અને પુરુષને પગલે પગલે માન આપો. તેની સંગતિમાં સર્વ સ્થાવર અને જંગમ તીર્થો છે એમ માને અને પ્રવર્તે. જુઠી પ્રશંસા ન કરે. કોઇની કપટથી ખુશામત ન કરે અને પોતાની કઈ જઠી ખુશામત કરે તો તેથી મોહ ન પામે.
કર્મોનું શુભાશુભપણું વિચારે, પણ આત્માઓને શુભાશુભરહિત નિર્દોષ દેખે. સર્વ સંસારી જ કર્માધીન છે. તે કર્મ પ્રમાણે અવતાર લીધા કરે છે અને શાતા અને અશાતા પામે છે. તેમાં અન્ય તે નિમિત્ત માત્ર છે એમ વિચારી અન્ય પર શત્રુભાવ ત્યજી દે. કર્મના ગે શુભાશુભ પદાર્થોની કલ્પના થાય છે. કર્મ વિનાની આત્મબુદ્ધિથી દે, કે જેથી શુભાશુભ મનોવૃત્તિ ન રહે અને આત્મા સ્વયં સામાયિકરૂપ બને. આલસ્ય, નિંદા, નિદ્રાદિરૂપ તમોગુણની પ્રવૃત્તિથી દૂર રહે અને સત્ત્વગુણની પ્રવૃત્તિથી આત્મગુણની નિવૃત્તિ સાધે. પરમાર્થ જીવન ગાળે. હૃદયને શુદ્ધ કરે. મનમાં કઈ જાતને ખરાબ વિચાર ન કરો. સદ્દવિચાર કરે.
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીર પોષણાદિ હતુઓનું વિવેકથી અવલંબન કરવું જોઈએ. શરીરના નિર્વાહમાં સ્વતંત્ર રહેવું જોઈએ. શરીર અને આજીવિકાના નિર્વાહમાં કોઈની પ્રેમભાવ વિનાની સેવા ન સ્વીકારવી જોઈએ. દેશ, જન્મભૂમિ આદિનું રક્ષણ કરવું જોઈએ.
હજારો અજ્ઞાનીઓ કરતાં એક જ્ઞાનીની સલાહ પ્રમાણે વર્તવું. જ્ઞાનપૂર્વક કર્મો કરવાં. મગજનું સમતોલપણું જાળવીને બુદ્ધિ, યુક્તિ અને ખંતપૂર્વક કાર્યો કરવાં. દેશ, સમાજ, સંઘ, કુટુંબાદિમાં જેઓ જ્ઞાનાદિ ગુણેમાં શ્રેષ્ઠ હોય તેઓને આગેવાન નીમવા.
ગુણકર્માનુસારે વર્ણવિભાગ કરવો. ગુણકર્મ વિનાની વર્ણન પરંપરા ચલાવવાથી વર્ણાદિકને છેવટે નાશ થાય છે. સિકે ઐકે વા
For Private And Personal Use Only