________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બેધ
૨૧૭ એને છેતરતાં પહેલાં તમે છેતરાઓ છે તેનો ખ્યાલ કરી પશ્ચાત્તાપ કરી સન્માર્ગે વળે. આ ભવમાં અલપ સુખને માટે અન્યોનું બૂરું ન કરો. અન્ય જીના નાશથી તમે કદી સત્ય સુખ મેળવી શકવાના નથી. અન્ય મનુષ્યને પિતાના તાબેદાર, ગુલામ, પરતંત્ર રાખવાથી તેનું ફળ તમારે તેવા પ્રકારનું ભેગવવાનું છે એમ જાણી તેવા પાપકર્મથી દૂર રહે. સત્તા, લક્ષમી કે બુદ્ધિના વૈભવથી અહંકારી બની આડા માર્ગે ન જાઓ. તેમ કરવાથી તમને ઊંઘમાં પણ શાંતિ મળશે નહીં. - તમારી ફરજ અદા કરે, પણ તેથી ફૂલે નહીં. આ ભવમાં જે દુખ પડે તે સહન કરે અને પરમાર્થ જીવન ગાળવામાં અહનિશ ખરા અંતઃકારણથી મચ્યા રહે. દુઃખ કે ભયથી અસત્યમાર્ગે ન જાઓ અને અસત્ય, પાપ કે અન્યાય કર્મો ન કરો. તમે અસત્ય સત્તાને તાબે થતા નહીં અને અસત્ય નીચ કર્મો કરતા નહીં. દેહ, લક્ષમી વગેરેને બચાવ કરવાના લાભ કે મેહથી દુષ્ટ લેકે ના તાબે થવા કરતાં શરીર, ધન વગેરેનો ત્યાગ કરો.
ગુણેની પ્રાપ્તિમાં મરે, પણ અવગુણના માર્ગે ન જાઓ. - તમારા આત્માઓના ઉન્નતિક્રમમાં વહન કરે, પરંતુ કેઈથી ભય પામી પાછા ન ફરો. દેહ, ભેગ કે વાસનાબુદ્ધિથી પાપમાર્ગમાં પ્રયાણ ન કરો. સંતો પર શ્રદ્ધા રાખે. જે તત્વજ્ઞાનમાં તમે ઊંડા ઊતરીને ન સમજી શકે તેમાં મધ્યસ્થ રહો, પરંતુ પક્ષપાત ન કરો. સત્યની શોધ કરે, પણ અસત્યને આગ્રહ કરો નહીં.
સર્વ મનુષ્યોની સાથે હળીમળીને રહે. મને અર્થાત્ પ્રભુને પામવાના અનેક માગે છે. કેઈ માર્ગ આસન (નજીકના) છે, તે કેટલાક ઘરના છે. સર્વ મનુષ્યને સત્ય જ્ઞાન આપે, પણ સત્તાશક્તિથી પિતાને કક્કો ખરો ન કરાવે. સત્યાનુભવ થયા વિના કેઈ આત્માને ખરો વિકાસ થતું નથી. જડ વસ્તુઓના મહીએ મારા પ્રેમી નથી. મારા પ્રેમીઓ વિશ્વમાં સત્ય ભક્ત બને છે.
For Private And Personal Use Only