________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
અધ્યાત્મ મહાવીર થશે, સાત્વિક ગુણે પ્રકટશે, આત્મા પરમ સર્વજ્ઞ થશે અને આત્માની સાથે લાગેલાં સર્વ કર્માવરણ દૂર થશે.
શરીરરૂપ વસ્ત્રોને સર્વ જીવ બદલે છે. તમે પણ શરીરરૂપ વને બદલીને આગળ જતાં અંશમાત્ર પણ ભય, સંકેચ, ગભરાટ ન પામો. તમારા હૃદયમાં મારું અસ્તિત્વ અનુભવો. મારી સાથે ભળવામાં વર્ણ, લિંગ નામ, રૂપદિ ભેદે અવશ્ય દૂર કરે અને સર્વ જીવોની સાથે ભેદભાવે રહી મારી સાથે ભળે. સત્ય બોધ :
કેટલાક મનુષ્ય નાસ્તિક બનીને પણ છેવટે મારું અસ્તિત્વ સ્વીકારવાના, કારણ કે જેઓ મારું નાસ્તિત્વ માને છે તે અસ્તિત્વને સ્વીકાર કર્યા પછી માને છે. અસ્તિત્વ અને નાસ્તિત્વનું જ્ઞાન તે હું આત્મમહાવીર છે. આત્મા અને જ્ઞાન ભિન્ન નથી. તેથી તેઓ મારું ખંડન કરવા છતાં અનેક અવતારો ગ્રહીને પણ છેવટે આત્મમહાવીરને માને છે અને પામે છે.
સર્વ વિશ્વમાં ધર્મના ભેદેમાં ઉદારભાવ ધારણ કરે અને ધર્મના ખેને દૂર કરો. ધર્મ, દેવ અને ગુરુના ભેદે મનુષ્યના રક્તની નદીઓ વહેવરાવે નહીં. દેશ, ખંડ, મનુષ્ય અને વર્ણના ભેદે અધર્મ યુદ્ધો ન કરે. અને મારી તેઓનું સર્વ પચાવી પાડવાની બુદ્ધિને અને તેવાં દુષ્ટ કમેને પરિહરો. તમારી સત્તાના બળને દુરુપયોગ કરી મનુનું અન્યાયથી ખૂન ન કરે. લેભના પાશમાં પડી અધર્મ અને પાપ ન કરો.
તમારાં સર્વ વિચારો અને કર્મોને હું દેખું છું, માટે ગુપ્ત પાપકર્મ કરવાથી દૂર રહે.
ગુણથી સર્વ પ્રકારે સર્વ લેકેની ચડતી થાય છે અને દુર્ગથી સર્વ જીવોની પડતી થાય છે. અન્યાય, અધર્મ અને દુષ્ટ વિચારાથી કદાપિ તમારું સારું થવાનું નથી અને થશે નહીં. બીજા
For Private And Personal Use Only