________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય આપ
પ
ભાવે અને વર્તો. એવી દૃષ્ટિમાં અને પ્રવૃત્તિમાં અનેક વિક્ષેપો, સંકટો, અંતરાય, દુઃખા આવે તાપણુ વિષમ ભાવ અને વિષમ પ્રવૃત્તિ નહીં ધારણ કરવાથી મનમાં રહેલા સવ કવિક્ષેપે! ટળી જશે અને આંતરદૃષ્ટિનુ મહાવીરસામ્રાજ્ય પ્રગટ થશે.
જ્યાં આવા વિચારેા અને પ્રવૃત્તિએ છે ત્યાં મારુ આવિર્ભાવે જ્ઞાનાદિ પાંચાનું અસ્તિત્વ છે. અજ્ઞાની, નાસ્તિકા, જડના પૂજકા પેાતાનાં હૃદયેામાં મને ન દેખી શકે તેા. તેમાં તેઓના હૃદયની અશુદ્ધિ હેતુભૂત છે. તેથી હુ` કાંઈ નથી એમ નથી. જો તેએ હૃદયની શુદ્ધિ કરે તે મિલન અરીસે। શુદ્ધ થતાં જેમ તેમાં મુખ ભાસે છે તેમ મને દેખવાને અધિકારી ખની શકે.
ભવ્ય લેાકેા ! તમે વાસનાઓને હઠાવી હૃદયની શુદ્ધિ કરા. સ જીવે અને અજીવા પર સમભાવ ધારે। અને સમભાવની ભાવનાને આચારમાં મૂકી ખતાવા. એવુ' આધ્યાત્મિક સામાયિક કર્યાં બાદ આધ્યાત્મિક પ્રાયશ્ચિત્ત અર્થાત્ પ્રતિક્રમણ કરી મારુ ઉપશમલાવે, ક્ષયે પશમભાવે અને ક્ષાયિકભાવે તથા શુદ્ધ પારિણામિકલાવે અધ્યાત્મમહાવીરસ્વરૂપ અનુભવી શકશે અને અધ્યાત્મમહાવીરસ્વરૂપ સત્તા વિશ્વના સર્વ જીવેામાં એકસરખી અખ’ડ વ્યાપક અનુભવી શકશે. તમે। અધ્યાત્મમહાવીરસત્તારૂપ મારા સ્વરૂપથી પેતાને અભિન્ન અને અનંતરૂપ અનુભવશે તે પછી તમારો નાશ કાઈ કરશે નહીં, કૈાઈનેા પણ નાશ તમે કરશે નહીં. તમે વિશ્વરૂપ મને અંતરમાં અનુભવી શકશે.
ચૈતન્ય મહાસત્તારૂપ મને જે યાવે છે તે ભૂત પર્યંચામાં અને વ`માન મન, વાણી, કાયા તથા જ્ઞાન પર્યાયામાં નિલે પ રહે છે તેઓ દ્રવ્ય તથા પર્યાયાનું એકત્વ અનુભવી અને ભેદષ્ટિને અભેદષ્ટિમાં સમાવી આત્મમહાવીરની શુદ્ધતાને અનુભવે છે. નાત, જાત, લિંગ, દેહ, દેશ વગેરેના ભેદોના ખેદાને ભૂલી તમે સર્વ જીવોમાં આત્મસત્તાની એકતા અનુભવો. તેથી તમારા હૃદય શુદ્ધ
For Private And Personal Use Only