________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
અધ્યાત્મ મહાવીર રજોગુણી કે તમે ગુણ વ્યંતર દેવદેવીઓને આરાધવાં, તેઓની સાધના કે મંત્રાનુષ્ઠાન તંત્ર-યંત્રથી કરવાં, અનેક પ્રકારના ભોગો માટે રજોગુણ કે તમે ગુણને વશ થવું, સ્ત્રીપુરુષના રૂપસૌન્દર્યમાં મૂંઝાવું, જડ પૌગલિક વસ્તુઓ વડે સુખ ભોગવવાની લાલસા રાખવી, સ્વર્ગ-નરક કે પુણ્ય–પાપાદિત નથી એવી નાસ્તિક બુદ્ધિ ધારણ કરવી અને તમગુણી કે રજોગુણી આહાર, વિહાર, વિચાર, કર્મો કરવાં એ જ નરક અને તિર્યંચ ગતિ જેવી પાપ
નિએનું કારણ છે. તેથી અનંત અને અસંખ્ય અવતારે ધારણ કરવા પડે છે. માટે તમે તમગુણું અને રજોગુણી વૃત્તિઓને ઉપશમ કરો, ક્ષપશમ કરો અને ક્ષાયિકભાવ કરે. સત્વગુણની બુદ્ધિ ધારણ કરીને આગળ વધે, પરંતુ સત્વગુણું મોહથી નિવૃત્ત થાઓ. સત્ત્વગુણી દેવ અને દેવીઓની આરાધનાથી મુક્ત થાઓ.
તમોગુણ અને રજોગુણી દેવ અને દેવીઓના મંત્રાદિકનું આરાધન કરી તેઓને વશ કરવા જશે તે તેવી ચનિને પામશે. રજોગુણ અને તમોગુણી દે અને દેવીઓમાં લેભાશે કે આસક્ત થશે તો તેઓ તમને તેમની તરફ ખેંચશે. તેના પરિણામે તેમના જેવા અવતાર લેવા પડશે. રજોગુણ અને તમોગુણી દેવાનું ધ્યાન ધરશે તે તમે તેવા થશે અને મારા ઉપદેશનો અનાદર કરી અનેક પાપાનિમાં અવતાર લેશે.
સત્વગુણ, રજોગુણી અને તમોગુણી દે અને દેવીઓને આત્મવત્ માને, તેઓના આત્માઓને સ્વાત્મવત્ અનુભવે, પરંતુ તેઓની વૃત્તિઓ કે રૂપ-રસાદિક ભાવે અને તેઓનાં શરીરાદિમાં મેહથી મૂંઝાઓ નહીં. તમે ગુણ અને રજોગુણી સુખ, આનંદ, વૈભવને કૂતરાની વિષ્ટા સમાન જાણે અને તેને ત્યાગ કરે. - આત્મા વિનાનાં સાત્વિક જડ પ્રકૃતિમય રૂપ-રસાદિમાં તથા સાત્વિક વૃત્તિઓમાં મૂંઝા નહીં. જે તમો મૂંઝાશો તો આત્મમહાવીર સુખ, કે જે ત્રણ પ્રકૃતિથી પેલી પાર છે, તે મળી શકશે
For Private And Personal Use Only