________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
૨૧૧ રક્ષણ કરવું. સર્વ સંઘની સેવાભક્તિ માટે તન, મન, ધન વગેરે સર્વસ્વનો ત્યાગ કરે એ જ સેવાભક્તિ છે, એમ જાણી જે લોકે પ્રવૃત્તિ કરે છે તેઓ જૈન સામાજ્યની વૃદ્ધિ કરે છે. જેના સામ્રાજ્યને દ્રોહ કે નિન્દા કરનારાઓને શિક્ષા કરવી. ત્યાગીઓ, બ્રાહ્મણે, કન્યાઓ અને સ્ત્રીવર્ગની રક્ષા કરવી. જૈનધર્મ પાળનારાએને સર્વ પ્રકારની મદદ કરવી અને તેઓની રક્ષા અને વૃદ્ધિ માટે મન, કષાયે, ધન, બળ વગેરેને વ્યય કરવો. સર્વ યુક્તિઓ -વાપરવી. એમાં જે શંકા, સંશય ધરશે તેને જૈન સંઘ અને સામ્રાજ્યને શત્રુ જાણો.
જૈન સંઘ અને સામ્રાજ્ય માટે મન, વાણી અને કાયાની સર્વ પ્રવૃત્તિ ત્રણે કાળમાં ધર્મરૂપ છે. ઉત્સર્ગ અને અપવાદ એ બેમાંથી જે કાળે અને દેશ જેવી જરૂર હોય તેનું અવલંબન કરી જૈન સંઘ અને સામ્રાજ્યનું સર્વ દેશો અને સર્વ ખંડેમાં રક્ષણ કરવું. જૈન સંઘ અને સામ્રાજ્યનું અક્ય વધે અને ભેદ ન પડે તે માટે સર્વ મનોવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનો જેઓ ભોગ આપે છે અને આપશે તે જ મારા ભક્તો છે અને થશે. દેવી અને આસુરી શક્તિ :
ભવ્યાત્માઓ! અનાદિકાળથી દેવો અને દાનવી શક્તિઓનું ચુદ્ધ થયા કરે છે. સર્વ સંસારી આત્માઓની સાથે આસુરી અને દૈવી શક્તિઓ રહેલી છે. આત્માઓને આસુરી શક્તિઓ અધમ અને પાપાનિ તરફ લઈ જાય છે અને સુરી શક્તિઓ દેવલેક કે મુક્તિ તરફ ખેંચે છે.
રજોગુણ અને તમોગુણની વૃત્તિઓ એ આસુરી શક્તિએ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્શ અને નામ વગેરેમાં મહ કરે, આસક્તિ કરવી અને મેહથી મૂંઝાઈને હિંસાદિ અનેક પાપકર્મો કરવાં તે આંસુરી કે દાનવશક્તિના તાબે જવા જેવું છે. તેથી નરકાદિ ગતિ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only