________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
અધ્યાત્મ મહાવીર કુળ, જાતિને પક્ષપાત હેતે નથી, જેન સામ્રાજ્યની રક્ષા અને વૃદ્ધિ માટે જે કરવામાં આવે છે તેમાં ધર્મ છે. આત્માના ગુણોમાં પ્રવેશ કરાવનાર જેન સામ્રાજ્ય છે. સર્વ પ્રકારની સુખ અને લાલસાની સામગ્રીને ભોગ આપીને જૈન સામ્રાજ્યનું રક્ષણ કરો, જેઓ અન્યાય, જુલમ, અત્યાચારથી સુખસામગ્રીને મેળવવા ચાહે છે તેઓ જૈન સંઘ અને જૈન સામ્રાજ્યની પાયમાલી કરનાર છે. સવ પ્રકારનાં ઉન્નતિકારક દષ્ટિબિંદુઓ જ્યાં એકત્ર થઈ રહે છે તે જૈન સામ્રાજ્ય છે.
જેન સંઘ અને સામ્રાજ્યની શક્તિઓની વૃદ્ધિ માટે જે કાળે, જે દેશે જે જે નિયમ અને વ્યવસ્થાઓ ઘડવામાં આવશે અને ભવિષ્યમાં સંધ કે રાજ્ય ઘડશે તેમાં મારી આજ્ઞા છે. મારી પાછળ મારા ભક્તો, આચાર્યો, ત્યાગીઓ, ગૃહસ્થ ગુરુઓ, જૈન રાજાઓ વગેરે જૈન સામ્રાજ્યની વિદ્યા, વ્યાપાર, જ્ઞાન, ક્ષાત્રબળ, આધ્યાત્મિક બળ, આયુધ, શસ્ત્રાબળ આદિ માટે જે જે સુધારાવધારા કરશે, જે જે નીતિ અને રૂઢિ વગેરેનાં પરિવર્તન કરશે, બહુ સંઘસમ્મતિથી જે જે જીવનનિર્વાહાદિ કર્મો કરશે તેમાં મારી આજ્ઞા છે, કારણ કે તેમાં મારા વિચારે જ છે.
મારા ઉપદેશમાં તથા મારા પ્રેમજ્ઞાનમાં તન્મય થયેલ મહાત્માઓના હૃદયમાંથી જૈન સામ્રાજ્યની રક્ષા અને વૃદ્ધિ માટે જે સદ્દવિચારે પ્રગટેલા અને પ્રગટે છે તથા પ્રગટશે તે મારી-આત્મમહાવીરની સ્કૂરણ જાણવી. મહાગી જૈનાચાર્યા અને ત્યાગી ગુરુઓનાં હૃદયથી હું અભિન્ન છું. તેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં તેના વિચારોમાં મારું સ્વરૂપ જેવું અને જૈન સામ્રાજયની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરે. જૈન સામ્રાજ્ય સર્વ વિશ્વમાં અનાદિકાળથી પ્રવર્યા કરે છે અને અનંતકાળ પર્યન્ત પ્રવર્ચા કરશે.
વિશ્વવતી સર્વ ધમી અને ત્યાગી મહાત્માઓની સેવા કરવી. સર્વ પ્રકારે મનુષ્ય વગેરેનું રક્ષણ કરવું. ચતુર્વિધ સંઘનું
For Private And Personal Use Only