________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
૨૧૩
નહીં. સાત્વિક બુદ્ધિની પેલી પાર આત્મજ્ઞાન છે. ત્રણ પ્રકૃતિથી ભિન્ન આત્માનો અનુભવ કરશે તે તો મનની સંક૯પ-વિકલ્પ સર્વ વૃત્તિઓને જીતી અનંત સુખમય બનશે.
આ દુનિયામાં જડ વસ્તુઓના બનેલા શરીરે વગેરેના ભેગમાં સુખ છે જ નહીં, પરંતુ ઊલટું દુઃખ છે. મારા આત્માઓ! મારા બોધને હૃદયમાં ધારણ કરો. આત્મસુખની પ્રાપ્તિ માટે બાહ્ય રૂપાદિમાં સુખની વૃત્તિઓ જે બંધાયેલી છે તેનાથી મુક્ત બને.
સત્ત્વ-રજ–તમેગુણવૃત્તિવાળું મન તે જ ખરેખર સંસાર છે અને તમે ગુણાદિવૃત્તિરહિત તે જ મોક્ષ છે. જેઓ મને તમે ગુણવૃત્તિથી ભજે છે તેઓને હું તમે ગુણ આપતું નથી, પરંતુ તેઓ પિતાની તમે ગુણ વૃત્તિ, બુદ્ધિ આદિથી વયમેવ તમોગુણાદિથી કર્મ કરી બંધાય છે. હું કેઈ ને શુભ અને અશુભ બુદ્ધિ આપતો નથી. હું પરબ્રહ્મ પરમાત્મા કેઈપણ જીવના કમનો -વસ્તુતઃ કર્તાહર્તા નથી. છ જેવાં કર્મ કરે છે તેવાં ફળ ભેગવે છે. શુભાશુભ કર્મોથી જીવો સુખદુઃખ ભેગવે છે અને ચતુતિ. રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જે આત્માએ મન, વાણી, કાયા વડે સત્ત્વવૃત્તિ, બુદ્ધિ, કર્મ કરે છે અને સર્વ જડ પદાર્થોમાંથી આસક્તિ ઉઠાવી લે છે તે રજોગુણ કે તમે ગુણવાળા દેવ અને દેવીઓ તેમ જ મનુષ્ય વગેરેની પણ રજોગુણી કે તમગુણી પૃહા કે ઈચ્છા કરતા નથી. તેઓ મને જ ત્રિગુણાતીત અનુભવી આત્માના જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ ગુણે માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેઓ દૈવી આત્માઓ બને છે. એવા દૈવી આત્માએની આગળ રજોગુણી અને તમે ગુણી દાનવી શક્તિઓવાળાઓ ઊભા રહી શકતા નથી. પ્રકાશની આગળ જેમ અંધકાર ટકી શકતા નથી તેમ દૈવી શક્તિઓવાળા આત્માઓની આગળ દાનવી શક્તિઓવાળા ટકી શકતા નથી.
For Private And Personal Use Only