________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
૨૦૭ જ્ઞાન વધશે તેમ તેમ દરેક મનુષ્ય સત્યનું વિશેષ સ્વરૂપ સમજશે. પરસ્પરના વિચારને લગતા મતભેદમાં સહિષ્ણુતા ધારણ કરો.
જૈનધર્મને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે મનુષ્ય સમજી શકે છે, તેથી વિચારભેદે મતભેદ પડે તે સ્વાભાવિક છે. જૈન ધર્મ વિચારવામાં અને પાળવામાં દરેકને સ્વતંત્રતા છે. ધર્મની સ્વતંત્રતામાં કેઈએ કોઈના પર તરાપ મારવી નહીં. જેઓ નહીં સમજી કદાગ્રહ કરતા હોય તેઓને દંડે નહીં, તેઓને મારે નહીં. તેઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં ખામી ન રાખે. વિચારભેદે પરસ્પરમાં કુસંપ ન કરો.
મારા ઉપર જેઓની પૂર્ણ શ્રદ્ધા અને પ્રતિ છે તેઓ સર્વ પ્રકારે સત્ય જ્ઞાન અને ધર્મ સમજવાને લાયક બને એવી રીતે તેમની બુદ્ધિ પ્રતિદિન ખીલ્યા કરે છે. જૈનધર્મ, સંઘ અને મારી ભક્તિ માટે જે કંઈ વિશેષ લાભ અને અ૫ હાનિવાળું બેલવું તે સત્ય છે. દેશ, સંઘ, રાજ્યાદિકની પ્રગતિ માટે સર્વ સ્વાર્થોને ભેગ આપતાં અનેક વિપત્તિ, દુઃખ, સંકટો પ્રાપ્ત થાય છે અને સર્વ સુખ વગેરેથી ભ્રષ્ટ થવું પડે છે, એવું જાણુને તે પ્રમાણે વર્તવામાં જે સર્વસ્વનું અર્પણ કરે છે તે છેવટે મારી દશાને પામે છે.
ગૃહસ્થાવાસમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું આરાધન કરો. વિશ્વમાં સુરે કરતાં અસુરો વિશેષ છે. માટે સર્વ સુરી શક્તિઓનું સંગઠન વરી સંઘબળથી અસુરના પશુબળને છતે. લેક રૂઢિઓ, કે જેને આચરવાથી સંઘબળ, રાજ્યબળ, જેનબળ, ધર્મબળ, આત્મબળ, જ્ઞાતિબળ વગેરે બળને નાશ થતા હોય તથા શરીરબળ અને આયુષ્યનો ક્ષય થતો હોય, સત્યને ક્ષય થતો હાય, અલ્પ લાભ અને અધિક હાનિ થતી હોય, તે લૌકિક રૂઢિઓ અને રિવાજોને પરિહરો.
તમારા આત્માઓના બળ આગળ કાળનું જે કંઈ નથી. તમે જે સારા થશે તે કાળ પણ સારે ગણાશે. તમે જે સારાં
For Private And Personal Use Only