________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અધ્યાત્મ મહાવીર તમારે ભેગવવું પડશે. શેઠેએ પિતાની શક્તિઓને પાપમાર્ગમાં નહીં વાપરવી જોઈએ. અવિવાહિતાઓ પર, પરસ્ત્રીએ પર, સાવીઓ પર જે કામવશ બની બલાત્કાર ગુજારે છે તેઓ પાપનું ફળ આ ભવમાં અને પરભવમાં ભોગવી દુઃખોના માર્યા રડ્યા કરે છે. જે પુરુષો મદેન્મત્ત બનીને સ્ત્રીઓ પર જુલ્મ ગુજારે છે કે તેઓને મારી નાખે છે તેઓને મારી આજ્ઞા પ્રમાણે કર્મફળરૂપ દુખ ભેગવ્યા વિના છૂટકે થતું નથી.
જે સ્ત્રીઓ કામાતુર બની પરપુરુષ સાથે વ્યભિચાર કરે છે, પતિને છેતરે છે, તેઓ દુઃખથી રહે છે અને અનેક પ્રકારનું દુખ પામે છે.
જે નોકરો પ્રામાણિકપણે નેકરી કરતા નથી અને જે ઉપરીઓ પિતાના નોકરોને ગુલામ સમજી તેઓને અન્યાય કરે છે કે દુઃખ આપે છે તેઓ પાપ કરી દુખથી રડે છે.
જે મનુષ્યને નીચા માને છે અને પોતે ઊંચા બને છે તેઓ ઉચ્ચત્વના અભિમાનથી નીચ કેટી પર આવે છે.
જે મનુષ્ય મારી આજ્ઞાને ધિક્કારીને ચેરી, લૂંટફાટ, મારામારી કરે છે અને મારા બેધને ધિક્કારે છે તેઓ અને તેઓની વંશપરંપરા પડતી દશા અને દુઃખાદિને પામે છે.
જેઓ વિશ્વાસ આપીને વિશ્વાસીઓનાં ગળાં કાપે છે અને સત્ય સલાહ પૂછનારાઓને બૂરી સલાહ આપે છે તથા નાહક ગમ્મત ખાતર લેકને પરસ્પર આડુંઅવળું સમજાવી લડાવી મારે છે તેઓ અશુભ પાપકર્મના ભાગી બને છે. તેઓ પિતાના સંગી અને આશ્રિતને પણ દુઃખી કરે છે.
જે મનુષ્ય પિતાના ઉપકારીઓને દુખ દે છે અને ઉપકાર પર અપકાર કરે છે, પોતાને સહાય કરનારાઓને મદદ કરતા નથી તેઓ અધમ અને પાપી મનુષ્ય છે. તેવા મનુષ્ય ઉચ્ચ કોટિ
For Private And Personal Use Only