________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
અધ્યાત્મ મહાવીર
ધકેલેા. ઉપસર્ગ અને પરિષહાથી આગળ ચઢવાની જેએની નિયતિ છે તેઓ તે માર્ગથી આગળ વહે છે અને અન્ય જીવા બીજામાગથી આગળ ચઢે છે.
કાઈ ઉપાસનાથી પરમાત્મા તરફ વળે છે, કેાઈ ભક્તિથી, કાઈ જ્ઞાનથી, કાઈ સેવાથી, કેાઈ નીતિથી. એમ અનેક માગેથી જીવા શુદ્ધાત્મ મુક્તદશા તરફ ગમન કરે છે. કેઈના જીવનને તેની ઈચ્છાથી વિરુદ્ધ થઈ લૂટવાના કાઈ ને હક્ક નથી. કેાઈ ને અહંકાર કરવાના અધિકાર નથી. સર્વ જીવેાના ભલા માટે જે જીવે છે તેની ક્ષણે ક્ષણે થતી શુભાચાર પ્રવૃત્તિ તે જ સેવાભક્તિ છે.
જડ વસ્તુઓમાં મારાતારાપણાની બુદ્ધિથી પ્રતિબદ્ધ ન થાઓ. શુભાશુભ બુદ્ધિથી જગત સારુ ખેટું લાગે છે. શુભાશુભ બુદ્ધિ ટળી જતાં સર્વ વિશ્વ સારુ· અગર ખાટું નથી. જેવી દૃષ્ટિથી તમે પેાતાને દેખા તેવા તમે છે। અને વિશ્વ પણ તમે જેવી દૃષ્ટિથી દેખા તેવુ છે.
ધનધાન્યને સ જીવેા માટે જાહેરમાં મેકળું મૂકી દો. ખપ જેટલુ રાખેા. બાકી બીજી અન્યા માટે આપી દે. સત્ય સભ્યતાથી વર્તો, કૃત્રિમ સભ્યતાને ત્યાગ કરેા. સુખની ઇચ્છાથી કૃત્રિમ સામગ્રીને સંચય કરવામાં નાહક દુઃખ જ છે. ઇન્દ્રિયા મારફત સુખ લાગવવા માટે જેટલી વસ્તુઓની સામગ્રી વધારતા જશે! તેટલા દુ:ખી થશે! માટે જડ વસ્તુએની સામગ્રીમાં નિયમિત રહે. ઇન્દ્રચાને ક્ષય થાય એવા વિષચેપલેગથી દૂર રહેા. દેહ, વીર્યાદિકને ક્ષય થાય એવી પ્રવૃત્તિ ન કરે, શરીર દૃઢ કરેા. દીર્ઘાયુષ્ય થાય એવા વીય રક્ષણાદિ ઉપાચાને સેવે.
ક્રોધ, અહંકાર, ચિંતા, શેક આદિથી આયુષ્યને ક્ષય થાય છે, માટે કષાયેાને પ્રગટતા વારો. આહાર, વિહાર, વિચાર અને આચારમાં નિયમિત રહેા. ખરાબ ટેવને જીતે, ખરાબ વ્યસન અને
For Private And Personal Use Only