________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
૨૦૧ પંખી વગેરે તિર્યંચના ઉપકાર તળે મનુષ્ય છે. વનસ્પતિ આદિના ઉપકાર તળે પણ મનુષ્ય છે. માટે મનુષ્યો! તમે સર્વ વિશ્વના એકેક અંગ તરીકે પોતાને માનીને અગર વિશ્વના સર્વ જીને સાક્ષાત્ કે પરંપરાએ પિતાના એકેક અંગ માનીને એકબીજાની સહાયતા માટે રાજ્ય, વ્યાપાર, હુન્નર વગેરે આજીવિકાદિ પ્રવૃત્તિ ઓ કરો. તળાવ બંધાવે, વિશ્રામો બંધાવો, નદીની નહેરો, પર, વાવો કરે, વૃક્ષો વાવ, દવાશાળાઓ સ્થાપિ. બેતેર કળા અને ચેસઠ કળાનું શિક્ષણ મળે એવી શાળાઓ સ્થાપ. પિત્તરોગી અને કોઢ વગેરે મહાભયંકર ચેપી રેગીઓને જંગલમાં એકાંત સ્થળે વ્યવસ્થાથી રાખો. વ્યભિચાર કર્મ કેઈપણ સ્થળે ન થાય એ બંદોબસ્ત કરે. સર્વ લેકને ઉપયેગી થાય એવાં ઉપકારક કાર્યો કરે.
સ્વાર્થ, કીર્તિ, લક્ષમી, સત્તા માટે પરસ્પર ફાટફૂટ થાય એવા વિચારે અને પ્રવૃત્તિઓથી દૂર રહે. જે ફાટફૂટ કરે છે તે પરભવમાં નીચ બને છે અને આ ભવમાં પોતે પિતાની, દેશની, પ્રજાસંઘની, રાજ્યાદિકની પડતી તથા દ્રોહ કરે છે. મારા ભક્તો કદાપિ જૈનસંઘ, પ્રજાસંઘ, પ્રજા, રાજ્ય, દેશાદિકનો નાશ થાય એવી પ્રવૃત્તિઓમાં પડતા નથી,
દેશ, ભૂમિ, સંઘ, ધર્માદિકનું રક્ષણ કરો. સર્વ મનુષ્ય વગેરે એકસરખી રીતે આજીવિકાદિ સામગ્રીને પામે એવી રીતે ધનાદિકની વ્યવસ્થા કરે. કેઈપણ મનુષ્ય ભૂખ્યું ન રહે, કોઈ તરસ્યું ન રહે એવા કર્મો કરે. તમારામાં સર્વને ભાગ છે માટે તમારી પાસે ધનાદિક હેય તેને સંઘાદિક માટે ઉપયોગ કરે.
“સર્વ જી મારા છે અને હું સર્વને છું, સર્વ જીના ભલા માટે મારું જીવન છે એવા ઉદારભાવથી પ્રવર્તે. હે ઇન્દ્રો, રાજાઓ, કષિઓ! તમે સર્વ ને સદ્દવિચારની પ્રેરણા કરે. અને વિપત્તિ આદિ પ્રસંગમાં મારા હુકમને માન આપી સર્વ જીવેને સહાયતા કરે. જેઓ મને પામવા ઈચ્છે છે તેઓને આગળ
For Private And Personal Use Only