________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંતિક દેવો અને ઋષિઓનું આગમન
૧૯૫ પણ છેવટે ત્યાગ કરીને ઋષિઓ જે પરબ્રાનું ધ્યાન ધરી આત્મમસ્ત બને છે તે જ પરબ્રહ્મ મહાવીર પ્રભુ આપ છે.
ન્યાય, તર્ક અને પ્રમાણેથી આપને નિશ્ચય અનુભવાત નથી, પરંતુ શ્રદ્ધા અને પ્રેમથી આપના એકદેશી સાકાર સ્વરૂપને તથા અનંત નિરાકાર પરબ્રહ્મને શ્રદ્ધાપ્રેમથી અનુભવ થતાં વેદાદિ શાની જરૂર રહેતી નથી. આપના શુદ્ધાત્મસ્વરૂપનો રસાસ્વાદ આવતાં આપના વિના અન્ય કંઈ પ્રિય જણાતું નથી. પશ્ચાત્ જીવનમરણમાં સમભાવ આવે છે. હે પ્રભે! આપની કૃપાથી અમારા સર્વ ગો પ્રગટે છે. હે ભગવન ! આપની કૃપા જેઓ પર ઊતરે છે તેવા ગુરુઓથી ભવ્ય લોકો આપને પામે છે. કલિયુગમાં બ્રહ્મણ, વશ્ય, શૂદ્રો આદિ ગૃહસ્થો તથા ઋષિ, મુનિ, ત્યાગી,
ગી, મહાત્માએ આપના નામનું સ્મરણ તથા ધ્યાન ધરીને અનંત જીવનને પામશે.
કલિયુગમાં પ્રેમથી જેઓ આપનું નામસ્મરણ, જાપ, ભક્તિ, સેવા, ધ્યાન, સમાધિ કરશે અને સ્વાધિકારે આપના ઉપદેશ પ્રમાણે પ્રવર્તશે તેઓ અનંત જીવનરૂપ શુદ્ધામમહાવીરપદને પામશે. સર્વ વિશ્વમાં આપની આજ્ઞા પ્રવર્તે છે. ચન્દ્ર, સૂર્યાદિ ગ્રહો આપની જ્ઞાનાજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે. આપના નામનો જાપ કરનારાઓનાં, આપનું ગાન કરનારાઓનાં અને આપનામાં લીન થનારાઓનાં હૃદયમાં આપ વ્યક્ત-આવિર્ભાવ-યરૂપે છે, ધ્યેયરૂપે છે. તેથી આપને જાપ કરનારા ઋષિઓ, મુનિઓ, ગૃહસ્થ ભક્તો અને ત્યાગીઓની જેઓ આપના સરખી સેવા કરશે અને તેમના આભાઓમાં આપને અનુભવશે તેમાં આપને પામશે.
આપ પરમપ્રભુ પરમાત્મા છે. સત્ય વેદમાં આપનું ગાન છે. વેદ્યમાં અનેક નામે આપનું ગાન ઋષિઓએ કર્યું છે. આપના ઉપદેશને સત્ય માનનારા અને આપ પર સત્ય પ્રેમ ધરનારા તથા આપનામાં અનેક દષ્ટિઓની અપેક્ષાએ પૂર્ણ શ્રદ્ધા ધારણ કરનારા
For Private And Personal Use Only