________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
અધ્યાત્મ મહાવીર ગમે તેમાં જે પુરુષાર્થ શક્તિ વાપરે છે તે તેમાં વિજય મેળવે છે. પુરુષાર્થને જ્યાં વાપરવા હોય ત્યાં વપરાય છે, પરંતુ વિવેકી મનુષ્ય નિષ્કામેપણે આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવું લક્ષ્ય રાખીને સર્વ બાબતનો પુરુષાર્થ કરે છે. ગૃહસ્થાશ્રમમાં જે જે બાબતેમાં પુરુષાર્થની જરૂર હોય ત્યાં પુરુષાર્થ વાપરે અને ત્યાગીઓએ વિવેકપૂર્વક, પુરુષાર્થ કર.
પુરુષાર્થ એ આત્માનો ગુણ છે તથા અપેક્ષાએ મન, વાણું કાયાની શક્તિ છે. વિચાર, પરિણામ, મન, વાણી, કાયા, પ્રયત્ન સર્વનું ફળ કમ છે. સર્વ પ્રકારનાં કર્મોથી રહિત થવા જે ઘટે તે ચોગને પુરુષાર્થ કરતાં આત્મા વિશુદ્ધ બને છે. આયુષ્યાદિ કમ વધારવા અગર ઘટાડવા તેનો આધાર પુરુષાર્થ પર છે. પુરુષાર્થથી કર્મ પ્રવૃત્તિઓનું અપવર્તન જલદી કરી શકાય છે. શુભ પુરુષાર્થ થી શુભ કર્મ થાય છે અને અશુભ પુરુષાર્થથી અશુભ, શુદ્ધ બુદ્ધિના પુરુષાર્થના પૂર્ણ બળથી બે ઘડીમાં આત્મા મુક્ત, સર્વજ્ઞ, કર્મ પ્રકૃતિરહિત બને છે. માટે ઊઠે, જાગ્રત થાઓ, કાર્ય કરે, અપ્રમત્ત બને. હું જાગવાની સાથે જાગતા છું વિશ્વાસથી કાર્ય કરે. છેવટે તમે વિજયી થશે. ઋષિઓએ કરેલી સ્તુતિ:
કષિઓઃ પરબ્રહ્મ મહાવીર ભગવાન ! આપને નમસ્કાર થાઓ.
આપે ત્યાગ, વૈરાગ્ય, આત્મગુણસ્થાનક, પુરુષાર્થ આદિને ઉપદેશ આપીને અમારામાં નવું ચેતન્ય પ્રેર્યું છે. વીર ભગવાન! સર્વ વેદ, ઉપનિષદો આપની સ્તુતિ કરે છે અને આપને મહિમા ગાય છે. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ગુણના વિષયવાળા વેદ છે. આપ તો શબ્દસંઘરૂપ વેદની પેલી પાર અનક્ષર પરબ્રહ્મ છે. વ્યાસ ઋષિએ વેદની ગોઠવણ કરી છે. જે વેદમાં આત્મજ્ઞાન કર્મ સ્વરૂપ નથી તે આપ અમને જણાવ્યું છે. અનંત વેદ જેમાંથી ઉત્પન્ન થાય છે અને લય પામે છે તથા વેદને
For Private And Personal Use Only