________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
લેકાંતિક દેવો અને ઋષિઓનું આગમન
કાયબળ કરતાં વચનબળ અનંત છે, વચનશક્તિ કરતાં મને બળ અનંતગણું છે અને મને બળ કરતાં આત્મબળ અનંતાનંતગણું છે. આત્મબળની આગળ અન્ય સર્વ બળે એક બિંદુ સમાન છે. કાયદળ, વચનબળ, મનોબળને આધાર આત્મબળ પર છે. સર્વ ગોનું જે બળ છે તેનો આધાર આત્મા છે. સર્વ પ્રકારના પુરુષાર્થને આધાર આત્મા છે. આત્માના આશ્રયથી દેહાદિ બળનું અસ્તિત્વ છે. બાહ્ય દેશ, રાજ્યાદિ સામ્રાજ્યના જોક્તાએ કાયબળવાળા છે. એકલું કાયબલ પશુબળ સમાન છે. કાયબળની સાથે મને બળ કે બુદ્ધિબળ હેય છે તે વિશ્વમાં આધ્યાત્મિક શક્તિઓના સંઘરૂપ આધ્યાત્મિક સામ્રાજ્યની પ્રાપ્તિ કરી શકાય છે. આત્મા પિતાના આધ્યાત્મિક બળથી સર્વ વિશ્વ પર સામ્રાજ્ય સ્થાપે છે.
દેહ, વાણી, મનને યથાયોગ્ય વિશ્રાંતિ આપવાથી દેહાદિ બળની ક્ષીણતા થતી નથી. દેહાદિકને વિશ્રાંતિ આપવા માટે અનેક પર્વોની
જનાઓ થઈ છે. લેકે એ માટે બાહ્ય રમતગમત વગેરે ક્રીડાઓ કરે છે. પુરુષાર્થશીલ મનુ ધારે તેવું કર્મ કરે છે. કર્મ ઉપર આત્મા સત્તા મેળવે છે. માટે કર્મને કર્તા પિતાને આત્મા છે એવો નિશ્ચય કરીને જે ધારો તે કરો. જેટલી પુરુષાર્થની ખામી એટલે કર્મનો દોષ તથા કર્મનું બળવાનપણું જાણવું.. પુરુષાર્થ પર જેઓ આધાર રાખે છે તેઓ જેન છે અને પુરુષાર્થ રૂપ જૈનધર્મને સેવનારા છે.
પુરુષાર્થ, ખંત, દઢ નિશ્ચય, ઉત્સાહ અને મારા પર પૂર્ણ વિશ્વાસ જેનામાં હોય છે તે અશક્ય કાર્યોને શક્ય બનાવે છે. આસુરી બળવાળા છેવટે સુરી બળયુક્ત પુરુષાર્થવાળાએથી હારે છે. નીતિ, વિશ્વાસ, ધર્યથી જેઓ આત્માની સમ્યગ્દષ્ટિએ પુરુષાર્થ કરે છે તેઓ સર્વ કર્તવ્યોમાં નિર્દોષ રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ માં વા એ ચાર વર્ગ પૈકી
૧૭.
For Private And Personal Use Only