________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકાંતિક દે અને પ્રષિઓનું આગમન
૧૯૧ ને પામે છે. ઉદ્યમથી કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા ઉદ્યમથી કર્મને કર્તા બને છે. કર્મોનો નાશ પણ ઉદ્યમથી થાય છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ વિનાનાં અન્ય સંચિતાદિ કર્મોનો ઉદ્યમથી નાશ થાય છે. દેવ-ગુરુ-મહાત્માઓની સેવાભક્તિથી અને મારી જ્ઞાનાદિ ચંગે દ્વારા આરાધના કરવાથી પાપકર્મો પણ પુણ્યકર્મરૂપે પરિણમે છે, આયુષ્યાદિ શુભ કર્મોની વૃદ્ધિ થાય છે અને અશુભ કર્મોને નાશ થાય છે.
મન, વાણી, કાયાદિની જેટલી પ્રવૃત્તિ તે પુરુષાર્થ, ઉદ્યમ છે. વિશ્વસેવા, ભક્તિ, પ્રેમ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ સર્વે ઉધમરૂપ છે. આત્માના પુરુષાર્થથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ કર્તા વ્યકર્મોની સિદ્ધિ થાય છે. ઉદ્યમ વિના મન, વાણી, કાયાદિ શક્તિઓની વૃદ્ધિ થઈ શકતી નથી. જે કાળે જે એગ્ય લાગે તે બાબતને પુરુષાર્થ કરે. ઉદ્યમ એ જ જીવન છે અને અનુઘમ એ મરણ છે. અનુઘમ, નિંદા,નિદ્રા, આલસ્ય ઈત્યાદિ તમોગુણ છે. તમે ગુણના વિચારો અને પ્રવૃત્તિઓથી દૂર રહે. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં ઉદ્યમ વિના એક ક્ષણમાત્ર બેસી રહેવું યેગ્ય નથી. દેશ, કેમ, સંઘ, સમાજ, રાજ્ય, વ્યાપાર, ધર્માદિની પડતી થાય એવા વિચારો અને પ્રવૃત્તિઓ ત્યાગ કરવા એગ્ય છે.
વિશ્વમાં કેઈપણ પદાર્થ ગતિ અર્થાત્ પ્રવૃત્તિ કર્યા વિના રહેતું નથી. જે ગતિમાં છે તે જીવે છે. દેશ, કેમ, સંઘ આદિના હિત માટે તથા પોતાની ઉન્નતિ માટે એક ક્ષણ પણ ઉદ્યમ વિનાની ગાળો નહીં. વિશ્વપ્રભુ વિરાટના મસ્તકરૂપ ઋષિઓ ! સર્વ મનુષ્યને સત્ય અને શુભ ઉદ્યમી બને એ તમે ઉપદેશ આપ. સર્વ શુભ વિચારો કરવા તે ઉદ્યમ છે. પ્રેમ કરે તે ઉદ્યમ છે. શુભ ભાવનાએ ભાવવી તે ઉદ્યમ છે. ગૃહસ્થાશ્રમના ધર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રાદિ લેકએ પ્રવૃત્તિ કરવી તે ઉદ્યમ છે. અશુભ વિચાર, વ્યસન, દે વગેરેને ત્યાગ કરે તે ઉદ્યમ છે.
For Private And Personal Use Only