________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
‘અધ્યાત્મ મહાવીર કર્મ તે શુભાશ્રવ છે અને પાપકર્મ તે અશુભાશ્રવ છે. શુભ-અશુભ અને પરિણામોનો નિરોધ કે કષાયપરિણતિને નિરોધ તે સંવર છે. પુદ્ગલ જડ પદાર્થોમાં આસક્તિ તે આશ્રવ છે અને તેમાં નિરાસક્તિ, કર્મફલ વિનાની પ્રવૃત્તિ, શુભાશુભ બુદ્ધિ વિનાની મનવાણ-કાયની પ્રવૃત્તિ તે સંવર છે. બાંધેલાં શુભાશુભ કર્મોને આત્મજ્ઞાન અને સમભાવ આદિથી ખેરવવા તે નિર્જરા છે. શુભાશુભ કર્મોને બંધ તે બંધ છે. સર્વ જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્ત થવું તે મેક્ષ છે.
આત્મા વિનાનું સર્વ જડતત્વ અજીવ છે. આત્મા સ્વયં સત્તાએ પરમાત્મા છે અને કમને સંબંધ છૂટતાં વ્યક્તિશક્તિથી પરમાત્મા મહાવીર થાય છે. આત્મા તે જ મેક્ષરૂપ છે. મનમાંથી વિકલપ–સંક૯૫ ટળતાં પુણ્ય-પાપ કર્મને નાશ થાય છે. મનની બહિવૃત્તિ છે ત્યાં સુધી કર્મ છે. તેની અન્તર્મુખવૃત્તિ થતાં સર્વ કર્મને નાશ થાય છે. જ્યારે આત્માને ઉપગ વતે છે ત્યારે સર્વ પ્રવૃત્તિઓમાં આત્મા નિર્લેપ રહે છે અને વર્તમાન ક્ષણનાં તેમ જ પૂર્વકાળનાં કરેલાં કમની નિર્જરા અને છેવટે સર્વ કર્મને નાશ થાય છે. બાહ્ય પદાર્થોમાં શુભાશુભપણું જેની દષ્ટિમાં નથી, જેને અહંકૃતભાવ નથી, જે બાહ્ય પદાર્થોમાં લપાતો નથી, તે ભરત ચક્રવર્તીની પેઠે બાર વર્ષ સુધી યુદ્ધ કરવા છતાં અને ધમ્યયુદ્ધથી લાખો મનુષ્યના પ્રાણનો નાશ કરતે હોવા છતાં પણ પિતે હણાતું નથી અને તેને કેઈ હણવા સમર્થ થતો નથી.
આત્મજ્ઞાનના સામર્થ્યનો પાર નથી. આત્માની જ્ઞાનાગ્નિ સર્વ કર્મકાછોને ક્ષણમાં બાળીને ભસ્મ કરે છે. આત્મજ્ઞાન-ધ્યાનસમાધિથી આત્મા પૂર્ણાનન્દરૂપે પ્રકાશે છે. અનંત શક્તિમય આત્મા કર્મ પ્રકૃતિ, દેહ, મન વગેરેનો સ્વામી બની વિશ્વમાં ઈશ્વર બને છે. ઉદ્યમ :
વિશ્વપ્રકૃતિ પર, દેહ-મન-વાણ પર જય મેળવવા જે પુરુષાર્થ કરે છે અને કર્મોમાં જે સમભાવે વર્તે છે તે આત્મન્નિતિ
For Private And Personal Use Only