________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અધ્યાત્મ મહાવીર
જ્ઞાનાનંદ જીવનને પામે છે. ઋષિએ, રોગીઓ, ત્યાગીએ અનેક પ્રકારના ઉપસર્ગ, પરિષહ, દુઃખ વેઠીને સત્ય ત્યાગના બળે પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. વિશ્વવત સર્વ મનુષ્યના કલ્યાણ માટે, તેઓના સુખને માટે પોતાનાં સુખનો ત્યાગ કરવો એ ત્યાગ છે. ત્યાગમાર્ગથી મારા સ્વરૂપને લેકે જલદીથી પામે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને સંતોષના માર્ગે ચાલતાં અસત્યસુખની સર્વ લાલચે અને ઈચ્છાઓને ત્યાગવી તે ત્યાગ છે. સત્ય ત્યાગથી હૃદયમાં પરબ્રહ્મરૂપ મારો પ્રકાશ થાય છે. મારા આદર્શ ત્યાગી જીવનથી કરે અબજે મનુષ્ય, પશુઓ અને પંખીએ ત્યાગ માર્ગ તરફ વળશે.
ઋષિએ ! જ્યારે વિશ્વના લેકેને ત્યાગજીવનની ઘણી જરૂર પડે છે ત્યારે મારા વડે અનેક શક્તિઓના પ્રકાશક એવા ત્યાગમાર્ગને પ્રકાશ થાય છે. દષિઓ ! ત્યાગીઓ વિના વિશ્વમાં શાંતિ, નિવૃતિ કે સુખને પ્રકાશ થઈ શકતો નથી. અશુભ વિચાર અને આચારના ત્યાગથી ત્યાગીઓ વિશ્વને સુખ અને શાંતિ આપી શકે છે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે તે સ્ત્રીઓએ અને પુરુષોએ સર્વ ખપ પડતી પ્રવૃત્તિ વિનાની બીજી ઘણી પ્રવૃત્તિઓને ત્યાગ કરીને જે નિવૃત્તિમાર્ગ છે તે તરફ વળવું જોઈએ. હદ બહારની પ્રવૃત્તિઓ, કે જેથી મન, વાણી, કાયાદિની ક્ષીણતા થાય છે, તેને ત્યાગ કર જોઈએ. પૂર્વભવમાં જેઓએ ત્યાગ સ્વીકાર્યો હોય છે તેઓને આ ભવમાં પૂર્વભવના સંસ્કારથી જલદીથી ત્યાગની પ્રાપ્તિ થાય છે. જેમાં મહાભક્ત છે, સંતે છે તેઓ ત્યાગીએ છે. ત્યાગ અને ત્યાગીઓના અનેક ભેદ છે. ગુણસ્થાનક પરિણામની ધારાએ ત્યાગના અસંખ્ય ભેદ પડે છે. ત્યાગ એ મારું બાહ્યતર સ્વરૂપ છે. તેમાં મસ્ત થાઓ. વૈરાગ્ય :
ઋષિએ ! ધરાગ્યથી ત્યાગની સિદ્ધિ થાય છે. આત્માએ
For Private And Personal Use Only