________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકાંતિક દે અને ઋષિઓનું આગમન
૧૮૩ પર જે પ્રેમ થાય છે તે આત્મરુચિ, આત્મલગની, આત્માચાર, આત્મરસ છે. જડ દશ્ય વસ્તુઓ, કે જે આત્માને સત્ય રાગ સમજવાની. શક્તિ ધરાવતી નથી, તેમાં આસક્તિ કદી ધારણ ન કરવી જોઈએ.. જડ વસ્તુઓ, કે જે લમી આદિના વ્યવહારથી વ્યવહરાય છે, તેની મહત્તા કંઈપણ નથી. તેથી સત્ય આનંદની પ્રાપ્તિ થતી નથી. જડ લક્ષમી વગેરેથી સુખ અલ્પ છે અને તેનાથી માનસિક દુઃખ અનંતગણું છે. ત્યાગીએ જડ લક્ષમી વગેરે ક્ષણિક પદાર્થોમાં વૈરાગ્યભાવ ધારણ કરે છે. તેથી તેઓ ત્યાગમાર્ગમાં આગળ વહે છે અને વિશુદ્ધ પ્રેમની વૃદ્ધિ કરીને પરબ્રહ્મ મહાવીરરૂપ અવ્યય પદને પામે છે.
વૈરાગ્યની ભાવનાઓ વારંવાર મનમાં ભાવમાં વૈરાગ્યને આચારમાં મૂકવાની શક્તિ પ્રગટે છે. શુદ્ધાત્મસ્વરૂપ વિના અન્ય સર્વ ભૌતિક વસ્તુઓમાંથી રાગ કે આસક્તિ ઊઠતાં અને પશ્ચાત ધાર્મિક તેમ જ વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરતાં તેમાં નિલે પપણું રહે છે. મનુષ્ય જડ વસ્તુઓની આસક્તિથી શરીરરૂપ દેવળમાં રહેલે આત્મા, કે જે શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મ છે, તેનું જ્ઞાન કરી શકતા નથી. જડ વસ્તુઓમાં શુભાશુભ રાગની સાથે શ્રેષાદિ દોષો. પ્રગટે છે અને તેથી આભાનો કે મનનો વાસ્તવિક વિકાસ થત નથી. જડ વસ્તુઓ, પૃથ્વી, રાજ્ય, વ્યાપારાદિ લક્ષમી કંઈ પરભવમાં સાથે જતાં નથી. આધિ, વ્યાધિ, ઉપાધિનું કારણ વસ્તુતઃ જડ વસ્તુઓના સંચાગ–વિગમાં થતા હર્ષ-શેક છે. જડાદિકને સ્વાધિકારે ખપ કરવો અને તેનું રક્ષણ કરવું, પરંતુ જડ વસ્તુએમાં આત્મબુદ્ધિ ધરવી નહીં. આત્માની આગળ જડ લક્ષમીની. મહત્તા ધૂળના પરમાણુ જેટલી પણ નથી એમ જે જાણે છે તે. વૈરાગી છે અને તે જ મારે સાચે ત્યાગી ભક્ત છે.
આત્માની આગળ બાહ્ય આજીવિકાદિ જડ વસ્તુઓ ઉપયેગી સાધનરૂપ છે. પ્રાણીઓમાં સદા આત્માની મહત્તા કે પ્રભુતા અને
For Private And Personal Use Only