________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અધ્યાત્મ મહાવીર આત્મા વિના અન્ય જડ વસ્તુઓમાં ટૂંકાવનારી વિક્ષેપક કે અંતરાયરૂપ જે જે રાગદ્વેષાદિ વૃત્તિઓ છે તેઓનો ત્યાગ કરવો તે જ ત્યાગ છે. આત્મા ચારે તરફ અનેક જડ વસ્તુઓ વચ્ચે છે. તે જડ વસ્તુઓનાં બનેલાં શરીર, કોષો વગેરેમાં આત્મબુદ્ધિથી ન બંધાવું અને શરીરને પરમાર્થ કાર્યોમાં ત્યાગ કરે તે ત્યાગ છે. પરજીવોના ઉદ્ધાર માટે શારીરિક સુખ વગેરે બાહ્ય સુખો અને તેનાં સાધનોનો ત્યાગ કરે તે ત્યાગ છે. શાસ્ત્રોમાંથી સત્ય ગ્રહણ કરવું, લેકેની પાસેથી સત્ય ગ્રહણ કરવું અને અસત્ય, હઠ, કદાહ, દુબુદ્ધિ આદિને ત્યાગ કરે તે ત્યાગ છે. ઘર, કુટુંબ, જ્ઞાતિ, દેશ, રાજ્ય, સમાજ, પ્રજાસંઘાદિક માટે પિતાની ઈષ્ટ વસ્તુઓને ત્યાગ કરવો તે ત્યાગ છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત વગેરે દેશો, કે જેથી સ્વ–પર જવાને અનેક પ્રકારનાં પાપ લાગે છે એવાં હિંસાદિક કર્મોને સ્વાધિકાર જેટલે બને તેટલે ત્યાગ કરવો તે ત્યાગ છે.
અપ્રમત્તજ્ઞાની મહાત્માએ બહિર્મુખવૃત્તિનો ત્યાગ કરે છે. તેઓ અશુદ્ધ પરિણામ અને અશુદ્ધ પગને ત્યાગ કરે છે. ગૃહસ્થ મનુષ્યો દેશ થકી હિંસાદિક નો ત્યાગ કરી શકે છે અને દેશ થકી આમામાં રતિ, પ્રેમ, લયલીનતા ધારણ કરી શકે છે, એમ વ્યવહારદશામાં જાણે. ગૃહસ્થ દેશ થકી ત્યાગીઓ બને છે અને ત્યાગીઓ દેશ થકી અને સર્વ થકી આત્મામાં પ્રેમ ધારણ કરી શકે છે. તેઓ દેશ થકી તથા સર્વતઃ ત્યાગીઓ બને છે છે અને વિશ્વસેવા, દેશસેવા, સંઘસેવાદિકમાં પ્રવૃત્તિ કરી શકે છે.
સર્વ જીવોમાં શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ જેવું અને તેમાં પૂર્ણ પ્રેમરસથી રસિક થઈ જવું તે આત્મપ્રેમપૂર્વક ત્યાગરૂપ જાણવું.. પિંડમાં અને બ્રહ્માંડમાં, વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં અભેદરૂપ શુદ્ધાત્મભાવે લયલીન થઈ જવું અને ભેદભાવને ત્યાગ કરવો તે ત્યાગ. છે. દેહ-પ્રાણ ત્યાગ કરવામાં અને જીવવામાં શેકહર્ષાદિ દ્વાતીત
For Private And Personal Use Only