________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંતિક દે અને વષિઓનું આગમન
૧૭૯ અને ગાડી વગેરેમાં બેસી ત્યાગીએ જ્યાંત્યાં વિચરે છે અને વિશ્વમાં સર્વત્ર સત્ય જૈનધર્મને ઉપદેશ આપે છે. કેટલાક ત્યાગીએ પ્રમત્ત દશાવાળા હોય છે અને કેટલાક અપ્રમત્ત દશાવાળા હોય છે. કેટલાક ત્યાગીઓ ત્યાગાશ્રમમાં રહે છે અને કેટલાક જ્યાંત્યાં વિચરે છે. કેટલાક ત્યાગીઓ જન, સમાજ, દેશ, પ્રજા, સંઘ વગેરેની વ્યાવહારિક ધાર્મિક દશા સુધારવા પ્રયત્ન કરે છે, કેટલાક અપ્રમત્ત ત્યાગીએ પોતાના આત્માનું ધ્યાન ધરે છે અને આત્મસમાધિમાં મશગુલ રહે છે. કેટલાક ત્યાગાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં આવે છે અને પુનઃ ત્યાગદશામાં ગ્યતા પામી પ્રવેશ કરે છે. કેટલાક ત્યાગીએ ડુંગરમાં, દ્વીપમાં, ગુફાઓમાં, વૃક્ષની નીચે, તળાવકાંઠે, નદીકાંઠે વાસ કરે છે. કેટલાક ત્યાગીએ વનમાં રહે છે. કેટલાક ગુરુકુલે સ્થાપી ગૃહસ્થને ધર્મ શિક્ષણ આપે છે. ત્યાગી જે રુચે તે પ્રમાણે વર્તવા સ્વતંત્ર છે. ત્યાગીઓ નિયમ અને વતેમાં સ્વતંત્રપણે વર્તે છે અને મારું ધ્યાન ધરે છે. ત્યાગીઓને આદર્શ ત્યાગીઓ બનાવવા માટે ત્યાગદશાને વ્યવહારથી ગ્રહણ કરવાની જરૂર છે. તે માટે મારે પ્રવૃત્તિ કરી વિશ્વોદ્ધાર કરવાને છે.
ત્યાગીઓ વિશ્વનું કલ્યાણ કરી શકે છે. મારી પ્રાપ્તિ માટે જેઓ સર્વસ્વનું અર્પણ કરે છે તે ખરેખર ત્યાગીએ છે. હું સમવસરણમાં બેસીને સાધુઓ અને સાદવીઓના ધર્મનું પ્રતિપાદન કરીશ અને ત્યાગીઓને બનાવીશ. મારી ભક્તિમાં જે સર્વસ્વને હેમ કરે છે તેઓ ત્યાગીએ બને છે.
જે વસ્તુઓ અસત્ છે તેમાં રાગ ન કરે, તેમાં વિરાગ ભાવ ધરે અને સર્વ જી પર સદા પૂર્ણ પ્રેમભાવ ધારણ કરે. એમ પ્રવર્તવાથી આત્માને અનંત પ્રકાશ પ્રગટ કરી શકાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી આત્માના ગુણોનો આવિર્ભાવ કરી શકાય છે. આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ કરવામાં જે જે મહાદિ વિક્ષેપવૃત્તિઓ છે તેઓને ત્યાગ કે નાશ કરે તે સત્ય ત્યાગ છે.
For Private And Personal Use Only