________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકાંતિક દે અને ઋષિઓનું આગમન
૧૭૫ ક્ષાયિકભાવ થવાથી સાત્વિક રાગ ગર્ભિો ત્યાગગુણ પ્રગટે છે. પશ્ચાત્ આત્મા સારિવક રાગનાં પડને કાચના જેવાં નિર્મલ બનાવીને તે દ્વારા સર્વ વસ્તુઓનું સત્ય અપેક્ષાએ દેખે છે ત્યારે તે તે આત્મા સમ્યગ્દષ્ટિવાળો સમ્યજ્ઞાની બને છે.
કંજૂસ અને સ્વાથી મનુષ્ય જડવસ્તુઓને ગુલામ બને છે. ઇન્દ્રિય અને શરીરના મેહી તથા ગુલામ અન્ય જીના ભલા માટે દેહ, ઈન્દ્રિય, વાણી આદિને ભેગ, ત્યાગ, વ્યાપાર કરી શક્તા નથી. શુદ્ધાત્મા વિના મારું બીજું કશું કંઈ નથી.
આ વિશ્વમાં જે જે આત્માનાં સાધન છે તેઓને અન્યના ભલા માટે ત્યાગ કરવાથી તથા તેમાંથી આત્મબુદ્ધિને અધ્યાસ દૂર કરવાથી સર્વ પ્રકારનાં આવરણે રહિત આત્મા જ પરમાત્મારૂપ બની પ્રકાશે છે.
જડ વસ્તુઓના મમત્વનો ત્યાગ તે જ ત્યાગ છે. બાહ્યથી ત્રિલોકની લક્ષ્મી ભેગવા છતાં અંતરથી જે મૂંઝાતો નથી, લેપતે નથી અને સ્વાધિકારે તન, મન, ધનાદિકનો સદુપગ કરે છે તે ત્યાગી છે. જે જે અંશે ક્રોધ, માન, માયા, લેભ, કામાદિકનો ત્યાગ થાય છે તે તે અંગે અધ્યાત્મ જાણુ. નવ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે. તેમાં મમતા અહંતાદિ દે પ્રગટે છે. તેથી આત્માના ગુણનું આચ્છાદન થાય છે. પણ બાહ્ય નવવિધ પરિગ્રહથી મમતાદિરહિતપણે બંધાવાનું થતું નથી. જે જે વસ્તુઓને પરિગ્રહ કે લક્ષ્મી આદિ કહેવામાં આવે છે તેમાં પરિગ્રહની બુદ્ધિ જ કારણભૂત છે. પરિગ્રહરૂપે જેની બુદ્ધિમાં પરિણામ થતા નથી એવા આત્માને વિશ્વમાં કેાઈ પરતંત્ર કરવા શક્તિમાન નથી. જેની પાસે એક કેડી પણ ધન નથી એ મનુષ્ય દેશ્ય વસ્તુઓમાં મમતા–અહંતારૂપે બુદ્ધિ ધારણ કરી મેહી અને પરિગ્રહી બને છે. બાહ્ય દશ્ય વસ્તુઓથી દૂર થવામાં કદાપિ ખરો ત્યાગભાવ પ્રગટતું નથી. જે જે વસ્તુઓ આત્માની નથી અને જે જડ વસ્તુઓ ચંચળ, ક્ષણવિનાશી
For Private And Personal Use Only