________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
અધ્યાત્મ મહાવીર ચોરી, કેફી વસ્તુઓનું ભક્ષણ ઈત્યાદિ વ્યસનોથી અમે સમસ્ત દેશને મુક્ત કરવા પ્રયત્ન કરીશું. જોકે આવાં વ્યસન આર્ય દેશમાં અનાર્ય દેશે કરતાં અલ્પ પ્રમાણમાં છે, તે પણ આર્ય લોકોમાં શરીર–મનાદિકની હાનિ કરનાર વ્યસનનું નામ ન રહેવું જોઈએ—એવા આપના ઉપદેશનો અમલ અમે કર્યો છે અને કરાવીશું.
વ્યભિચારથી રક્ત, પિત્ત, કઢાદિક અનેક રોગની ઉત્પત્તિ થાય છે અને દેશ, રાજ્ય, સમાજ, સંઘ, રાજ્યાદિકને છેવટે નાશ થાય છે. દારૂના પાનની સાથે સર્વ શક્તિઓને નાશ થાય અને શુદ્ધ બુદ્ધિના નાશથી મન, વાણું, કાયાને નાશ થાય છે. પતિવ્રત અને પત્ની પ્રેમવતરૂપ સ્વર્ગના સામ્રાજ્યને ક્ષણમાં નાશ કરનાર વેશ્યાગમન છે. જુગાર અને ચોરીથી લક્ષમી સ્થિર થતી નથી. તેનાથી શુદ્ધ બુદ્ધિ તથા અન્ય અનેક ગુણેને નાશ થાય છે. તેથી વિશ્વમાં શાંતિ રહેતી નથી. યજ્ઞમાં પશુઓ હોમવાને રિવાજ હિંસામય છે. તેનાથી કઈ જાતનું કલ્યાણ થતું નથી. સ્ત્રીઓને તેઓને એગ્ય વ્યાવહારિક અને ધાર્મિક વિચાર–આચારનું શિક્ષણ આપ્યા વિના પુરુષનું અધ અંગ લાગણીશૂન્ય અને અચેતન જેવું રહે છે, ઈત્યાદિ પૂર્વે આપને ઉપદેશ સાંભળે છે. તેથી આપણે નગરીમાં અને આ દેશમાં તથા બીજાં રાજ્યમાં સત્ય સુધારા થવા લાગ્યા છે.
આપ પ્રભુ દીક્ષા લેશે ત્યારે આપને અસુર દુષ્ટ લેકે તરફથી અનેક ઉપસર્ગ અને પરિષહ વેઠવા પડશે. આપને જેકે કેઈ ઉપદ્રવ કરવા સમર્થ નથી, છતાં અમારી સ્કૂલદષ્ટિએ આપને ઉપસર્ગ અને પરિષહ વેઠવાના છે એમ કહીએ છીએ. આપ ઉપસર્ગો, પરિષહ, સંકટ વેઠીને વિશ્વોદ્ધાર કરવા ચતુર્વિધ સંઘની સ્થાપના કરશો. મેરુપર્વતની પેઠે ધીર બનીને તથા સર્વમાં સમભાવે વતી આપ વિશ્વના લોકોને આપની તરફ ખેંચશે અને તેઓને મનની પેલી પાર રહેલા આત્મસામ્રાજ્યના અને અનંત મુક્તિ
For Private And Personal Use Only