________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૬૭ જૈનધર્મમાં સમાવેશ થાય છે, તેમ આપે પૂર્વે અમને જે બેધ આ હતા અને હાલ ત્યાગદીક્ષા લેવાના મહત્સવ પ્રસંગે જે બોધ આપે છે તે કદાપિ વીસરાય તેમ નથી. આપે જૈન. ધર્મનું બાહ્ય તથા આંતરસ્વરૂપ આપના બાહ્યાંતર સ્વરૂપમય વ્યષ્ટિસમષ્ટિરૂપ ઉપદેશ્ય છે. કોઈ કાળમાં વિદ્યાબળની મુખ્યતાવાળો વગ અન્ય વર્ગોને પરતંત્ર કે દાસ ન બનાવે તથા કઈ વખત ક્ષાત્રબળ. સર્વથી શ્રેષ્ઠ બની અન્ય બળનો નાશ ન કરે એવી રીતે વર્તવા રૂપ જૈનધર્મનું બાહ્ય અને વ્યાવહારિક સ્વરૂપ દર્શાવ્યું છે. વૈશ્ય સર્વ કરતાં વેશ્યબળથી બળવાન બની પ્રમાદી બને અને બ્રાહ્મણદિ વગને નાશ ન કરે, સેવકો સેવકબળથી અન્ય વર્ગનો નાશ ન કરે–એમ પરસ્પર એકબીજાના વર્ગને નાશ ન થાય અને સર્વ વર્ગવાળા મનુષ્ય સમાન સત્તાવાળા રહે, પરસ્પર સંપીને રહે અને શરીરનાં સર્વાગ જેમ પરસ્પરની સહાયથી એક થઈ જીવે છે તેમ સર્વ વિશ્વવત મનુો સર્વ પ્રકારના સંઘોનું બળ એકઠું કરી પરસ્પર એકબીજાની ઉપાબિતા અને સમાનતા જાળવી વતે એવો વ્યાવહારિક જૈનધર્મ આપે દર્શાવ્યો છે. આપની શ્રદ્ધાભક્તિથી જેઓ વતે છે તેઓ એ પ્રાપ્ત કરી શકે છે. આપની આજ્ઞા પ્રમાણે જેઓ નથી વર્તતા તેઓ દુઃખી થાય છે.
ખોરાક, હવા જેમ શરીરને આપવાની જરૂર છે તેના કરતાં મનને ખોરાક મનને આપવાની કરડગુણી જરૂર છે. મનનો ખેરાક મનને આપવાની જેટલી જરૂર છે તેના કરતાં આત્માના જ્ઞાનાદિગુણેને ખોરાક આત્માને આપવાની અનંતગુણી જરૂર છે. શરીરભેગ કે એશઆરામની સામગ્રીભૂત વસ્તુઓની વૃદ્ધિથી ખરેખરું સુખ મળતું નથી એમ આપે અનેકવાર ઉપદેશ દીધો છે. તે પ્રમાણે વર્તવા અમે યથાશક્તિ પ્રયત્ન કરીએ છીએ. બાહ્ય સુખસાધનરૂપ અનેક વસ્તુઓના વશવતી થવાથી પરતંત્રતા, ગુલામગીરી પ્રાપ્ત થાય છે. માંસ, દારૂ, વ્યભિચાર, વેશ્યાગ, જુગાર,
For Private And Personal Use Only