________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આપે અમને જે ઉપદેશ આપે છે તે અમો હૃદયમાં ધારણ કરીએ છીએ. આપના શુદ્ધ પ્રેમથી અમારા હૃદય પ્રફુલ થયાં છે. આપ મતિજ્ઞાની અને સંપૂર્ણ શ્રુતજ્ઞાની છે. વિશ્વમાં રહેલા સર્વ જીવોના મનોગત વિચારોને આપ જાણો છો. કેઈપણ મનુષ્યનો વિચાર આપનાથી છૂપ રહેતા નથી. આપ અવધિજ્ઞાની છે. આપ લે કલેકજ્ઞાતા, વિશ્વપતિ, સર્વ દેવ અને દેવીઓના દેવ છે. આપની આગળ ચોસઠ ઈન્દ્રો, ઈન્દ્રાણુઓ, દેવ, દેવીએ. હાથ જોડીને સેવા કરવા પ્રાર્થના કર્યા કરે છે. આપના ગુણેની સ્તુતિ કર્યો કોટિ વર્ષે પણ પાર આવે તેમ નથી. સર્વ જાતના દેવ, દેવીઓ અને વિશ્વવતી સર્વ જીવો જે કંઈ સુખ અનુભવે છે તે આપ આત્મમહાવીર પ્રભુની કૃપાથી જ છે.
આપ આત્મમહાવીર પ્રભુ વિના દેહ, પ્રાણ, મન, વાણ, ઈન્દ્રિયાદિકને કોઈ ધારણ કરવા તથા બાહ્યાંતર જીવનથી જીવવા સમર્થ નથી એવી નિશ્ચય–આત્મવીરની પ્રભુતા છે. સાકાર શરીરધારક દૃષ્ટિએ તથા વ્યક્તિની અપેક્ષાએ વ્યવહારનયથી આપ મહાવીર પ્રભુ સર્વ લોકોના ઉદ્ધાર માટે અવતર્યા છે અને વિશ્વોદ્ધાર કરશે. વિશ્વવતી સર્વ જીવે અંશે અંશે અપેક્ષાએ જેનો છે. અને તેના સ્વ–પર આત્મવિકાસના વિચારો, પ્રવૃત્તિઓ અને કમ સર્વે જૈનધર્મરૂપ છે, એમ આપે પ્રબોધીને સર્વ જીવોનું કલ્યાણ થાય એવા ધર્મમાર્ગો દર્શાવ્યા છે. તે પ્રમાણે અમે પ્રવર્તવા પ્રયત્ન કરીશું.
જૈનધર્મ એ જ વિશ્વવ્યાપક આર્ય ધર્મ છે. તેમાં સર્વ ધર્મો સમાય છે. તેમાં સર્વ દશનો, ત, વેદે, નિગમ, આગમ, સિદ્ધાંત, સૂત્રો વગેરે ધર્મશા સાપેક્ષ સત્ય નય. દષ્ટિએ સમાય છે. સર્વ ધર્મના સત્ય ધર્મમય વિચારો અને સ્વપરના હિતકર્મો સમાય છે. વિશ્વવત સર્વ જીવોનાં મન, વાણી, કાયાનાં સ્વપરપ્રગતિકારક અનેક શુભ કર્મો અને પ્રવૃત્તિઓને
For Private And Personal Use Only