________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૬૧ પશુપંખીઓ વગેરે માટે આ દુનિયાનામાં સર્વ વસ્તુઓ ભરેલી છે, પરંતુ એકને માટે સર્વ વસ્તુઓ નથી. સર્વને એકસરખી રીતે કર્મ કે ઉદ્યમ પ્રમાણે ખાવાપીવાની સગવડ અને વ્યવસ્થા તમે દેશકાલાનુસાર કરો અને તે માટે પરિગ્રહ પરિમાણ કરી દુનિયાના મનુષ્ય માં શાંતિ ફેલાવે.
દરેક મનુષ્ય પોતાના ગુણકર્માનુસારે વતને મને ભજે છે તે તે અવશ્ય મુક્તિપદ પામે છે. પિતપેતાની સ્થિતિ પ્રમાણે જે ધંધા આદિ કરે છે અને યથાશક્તિ મારા જૈનધર્મની આરાધના કરે છે તેઓ પરસ્પર સંપથી વતીને મૃત્યુ બાદ સ્વર્ગ કે સિદ્ધિપદને મારી આજ્ઞા પ્રમાણે પામે છે. સંપ કરીને જે બતાવે છે તે જ સંપમાં અન્યોને જોડી શકે છે. બાહ્ય નામરૂપાદિકના લાભાલાભની અપેક્ષાએ ઈષ્યકેષ આદિ પ્રગટે છે. ઈર્ષ્યા-દ્વેષથી પરસ્પર કુસંપ કરીને મનુ પિતાની સંતતિને ભવિષ્યમાં ગુલામ બનાવે છે.
મારા ધર્મોપદેશને જેઓ સમજતા નથી તેઓ અજ્ઞાની.. છે. અજ્ઞાની અને મૂઢ મનુષ્ય કુસંપ કરીને મારા ધર્મીઓની છિન્નભિન્ન દશા કરી નાખે છે. જેઓ દયાળુ, ગંભીર,પરોપકારક, દીર્ધદષ્ટિબાળા અને સંપના જ્ઞાતા છે તેઓ સંપીને વર્તે છે. જેના ઘરમાં સંપ છે તેઓ વિશ્વમાં, દેશમાં, જ્ઞાતિમાં, સમાજ અને પ્રજાસંઘમાં સંપ કરી શકે છે. દુનિયામાં સંપ એ જ સ્વર્ગ છે. પ્રેમનું ફળ સંપરૂપ સ્વર્ગ છે. તેમાં જેઓ રહે છે તેમાં અનેક દુખેથી મુક્ત થાય છે અને અન્ય મનુષ્યને મુક્ત કરે છે. અનેક ગુણે પ્રકટાવ્યાથી મનુષ્યમાં પરસ્પર સંપ રહે છે. કુસંપથી પૃથ્વીમાંથી અનેક રાજ્ય, ખંડ, દેશ, પ્રજાદિકની અસ્તિતા ટળી ગઈ. જેઓ કુસંપ કરે છે તે કાળના મુખમાં પ્રવેશ કરે છે. મારા ભક્તો ! તમે સંપથી જીવે છે અને જીવી શકશે.
દેશ, કેમ, સમાજ, સંઘ આદિ સમષ્ટિમાં સર્વાત્મસંઘ૧૧
For Private And Personal Use Only