________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૫૯ સંપીને વર્તે, કે જેથી તમારા શત્રુઓથી તમે પરાજિત ન બને. 'કુસંપથી તન, મન, ધન, સત્તા અને આત્માની પડતી થાય છે અને તેથી અનેક શક્તિઓને નાશ થાય છે. જે તમને મારા પર સત્ય રાગ, શ્રદ્ધા હોય તે કુસંપ, કલેશ થવાનાં કારણેને ઉછેદ કરે. અહંકાર, માન, સત્તા, લક્ષ્મીને ભોગ આપીને મારા જેન ધમએનો પડતી ન થાય તે માટે સંપીને વર્તે અને ભવિષ્યમાં મારા ધર્મના વિરોધીઓથી પરાજય ન પામે તે માટે ઉપયોગથી વતે.
મારા ભક્તો ! તમે મત, વેષ, કિયાચારના નામે અનેક પંથની પરસ્પર ભેદતાથી પરસ્પર આત્માઓને ને ધિક્કારો. મતભેદ, વેષ કે કિયાચારના ભેદેમાં મને તથા મારા ધર્મને ન દેખે, તેમ જ મતભેદ, વેષ, કિયાચાર અને કર્મવ્યવહારના ભેદો પરસ્પર ભિન્ન છતાં સર્વમાં જેઓ મહાવીરપ્રભુરૂપ આત્માને દેખે છે અને પરસ્પર માટે સર્વ સહી જાય છે, અપરાધને ખમી જાય છે, વરને ભૂલી જાય છે તેઓ મારા જૈન ભક્તો છે. જેઓ વેષ કે કિયાચારના ભેદે પરસ્પરના આત્માઓને ધિક્કારે છે તેઓ વસ્તુતઃ મને ધિક્કારે છે, નિંદે છે. જેઓ પરસ્પરની નિંદા, હેલના કરે છે તેઓ મારા ભક્તો નથી, પણ મારું અનિષ્ટ કરનારા વિરોધઓ જાણવા, પરસ્પર એકબીજાનું બૂરું ન કર. મારા ભક્તોના સામા થનારાએને એકસંપીથી પરાજિત કરે.
મારા પર પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરનારાઓ તમે મત, દર્શન, પંથ, કિયાચાર, વેષાદિકના ભેદે પણ પરસ્પર મતાદિની સહિષ્ણુતા રાખે. મારામાં જે તમે લયલીન છે તે મત કે વેષાચારાદિકની પરસ્પર ભિન્નતામાં લક્ષ ન રાખે. મત-વેષાચાર ભલે પરસ્પર જુદા હોય તેથી શું? તમે મતમાં પરસ્પર ભેદ ન માને અને આત્મવીરભાવે સર્વમાં એકતા દેખી પરસ્પર સંપીને કર્તવ્ય કાર્યો કરી, તેમ જ તમારા જે દુશ્મન બન્યા હોય તેઓને તમારા જેવા બનાવવા આત્મભેગ આપે.
For Private And Personal Use Only