________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
અધ્યાત્મ મહાવીર તેમની સાથે નિષ્કામ પ્રેમને પ્રવાહ વહેવરાવે.
અન્યના ભલાનાં કાર્યો જે ક્ષણથી કરે તે ક્ષણથી તમારું ભલું થાય છે. બીજાનું ભલું કરવાના વિચારથી તમારું ભલું થાય છે તે તમને તરત જણાતું નથી, પણ કાલાન્તરે સમજાય છે. એવું જાણી અન્ય જીવોનું શ્રેય કરે. અન્ય જીવોનું બૂરું કરવાના વિચાર અને કાર્યના પ્રારંભની સાથે પિતાના આત્માનું બૂરું થવા લાગે છે, માટે અન્યોનું બૂરું કરવાનું એક વિકલ્પમાત્ર પણ કર્યા વિના સ્વપર કર્તવ્યકર્મો કરો. ઉદારભાવથી કાર્ય કરનાર મનુષ્ય અન્ય મનુષ્યોને પિતાના તરફ આકર્ષે છે અને અન્યનું કલ્યાણ કરી શકે છે. બીજાને હેરાન કે દુઃખી કરનારને ગમે ત્યારે દુઃખી થવું પડે છે. માટે વૈરને બદલે વિરથી ન વાળતાં પ્રેમ અને પરોપકારથી વાળવાની બુદ્ધિ પ્રગટાવીને કર્તવ્ય કર્મો કરે.
જે મનુષ્યો પિતાની ઉન્નતિ કરે છે તેઓ અન્યની કરી શકે છે. દેહાધ્યાસ અને નામરૂપાધ્યાસ ભૂલીને કર્તવ્યકર્મો કરે. જે કાળે જે કર્મો દેશ, સમાજ, સંઘ, વ્યષ્ટિ, સમષ્ટિને બહુ લાભ આપનારાં જણાય અને અલ્પષ કે હાનિવાળા જણાય અને તે કર્યા વિના સંઘાદિકની હાનિ થવાનું લાગે છે, તે કર્મ જરૂર કરો. કાર્યોના આરંભમાં મારું નામ મરણ કરો અને અન્તમાં પણ નામસ્મરણ જાહેર રીતે કરે. શુભ કર્મો નહીં કરતાં જે જિવાય તેના કરતાં શુભ કાર્યો કરતાં મૃત્યુ થાય તે અનંત ગણું ઉત્તમ છે. દરેક કર્તવ્યકર્મ અને પ્રવૃત્તિનું દેશકાલાનુસારે સત્ય રહસ્ય સમજી અને મારામાં મન રાખી કાર્યો કરે, કે જેથી તમે નિષ્કામભાવે શુદ્ધાત્મરૂપ સુખમય જીવનને પ્રાપ્ત કરી શકે. સંપીને વર્તે :
મનુષ્યો ! સંપીને વર્તે. દરેક દેહદેવળમાં આત્માને દેખો. સુખને ભેગ આપીને, દુઃખે સહીને તથા બાહ્ય કીતિ કે પ્રતિષ્ઠા આદિને ભેગ આપીને મારા ભક્ત જેને ઉદારભાવથી પરસ્પર
For Private And Personal Use Only