________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પશુયજ્ઞો થતા બંધ કરો અને સ્ત્રીઓને તથા ગુલામને સવતંત્ર બનાવો. કેઈના આત્માને કઈ ગુલામ કે પરતંત્ર કેઈ બનાવી શકતું નથી. સકલ વિશ્વમાં શાંતિ, સુખ, ન્યાય પ્રવર્તાવવા જે જે નિષ્કામભાવે કર્મો કરવા ઘટે તે મારી જ સેવા, ભક્તિ, ઉપાસના છે. ગરીબ દુઃખીઓની વહારે ચઢે. હિંસા, અસત્ય અને અન્યાયપષક ધર્મશાસ્ત્રોમાં વિશ્વાસ ન રાખે. સર્વ મનુષ્યનાં સુખ, શાંતિ અને ઉપકાર માટે જે જે કર્તવ્યકમ હોય તે શુદ્ધબુદ્ધિથી કરે.
નિષ્કામ યોગી દુનિયાથી ડરીને સામેથી પાછા ફરતે નથી તેમ જ તેના આત્માને કોઈ શુભાશુભ લાગણીઓની અસર કરવા સમર્થ થતું નથી. જેઓ પિતાના આત્માને દીન માને છે અને મરવાથી બીએ છે તથા બાહ્ય પદાર્થોમાં આસક્ત રહે છે તેઓ દેશ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબ, જાતિ, ઘર વગેરેની ઉન્નતિ, શાંતિ, સ્વાતંત્ર્યરક્ષા આદિ કરવા સમર્થ બનતા નથી. નિષ્કામભાવથી જેઓ સર્વ પ્રવૃત્તિ કરે છે, વિચારે છે કે બેલે છે તેઓ મારું શુદ્ધાભમહાવીર સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
નિષ્કામ ચગીઓમાં અનંતગુણ બળ પ્રગટે છે. નિષ્કામ- ભાવથી કર્મો કરવામાં આત્માની અનંત શક્તિઓને વિકાસ થાય છે. સર્વ કર્મો અને વિચારોનું આત્મમહાવીરને ફળ અર્પણ કરે. તેથી મન પર તમે કાબૂ મેળવી શકશે અને તમે પૂર્ણ સુખી, પૂર્ણ
સ્વતંત્ર તથા બાહ્ય ભેગેથી સ્વતંત્ર બની દેશ, કેમ, સંઘાદિકનું શ્રિય કરી પરમાત્મા બનશે.
ચારિત્રબળ વિના એક ક્ષણમાત્ર પણ ચાલતું નથી. ચારિત્રબળ ખીલ અને ફળની દરકાર રાખ્યા વિના કાર્ય કરો. સુખ અને દુખ, કે જે કર્મફળરૂપ છે, તે આવે છે ને જાય છે. સુખની પાછળ દુઃખ છે અને દુઃખની પાછળ સુખ છે. દુઃખના સમયમાં ધર્મ ધારણ કરે અને પ્રભુ બનવા માટે નિષ્કામભાવે કાર્યો કરવાની
For Private And Personal Use Only