________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૫૫
નાશ કદી ન કરે. અશુભ વિચારો અને અશુભેચ્છાઓ તથા અપેય પાન અને અભક્ષ્ય ભક્ષણને ત્યાગ કરવાથી નિષ્કામભાવના ને હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે અને તેથી શુભ સકામભાવનાના માર્ગમાં પ્રવેશ થાય છે. આત્મજ્ઞાનથી સકામભાવનાના સ્થાને નિષ્કામભાવ પ્રગટ થાય છે. અન્યાય અને અધર્મના માર્ગમાં જેઓ આસક્ત છે તેઓ નિષ્કામભાવથી ઘણું દૂર છે. મનુષ્ય ! શુભાશુભ ભાવમાં આસક્ત ન રહે. જે પદાર્થોને તમે અશુભ માને છે તે અમુક દેહાદિકની અપેક્ષા પર આધારિત છે. વસ્તુતઃ જોશે તે તમારા માટે સદા કેઈ પદાર્થ શુભ નથી તેમ કેઈ અશુભ નથી. પદાર્થોમાં ક્ષણે ક્ષણે શુભાશુભ બુદ્ધિ ફર્યા કરે છે. સદા કેઈ પદાર્થ શુભ લાગતું નથી અને કોઈ પદાર્થ અશુભ લાગતું નથી. કારણ પામી અશુભ પદાર્થોમાં શુભ બુદ્ધિ થાય છે અને શુભ પદાર્થોમાં અશુભ બુદ્ધિ થાય છે. શુભાશુભ પદાર્થો પણ ક્ષણિક છે અને તેમાં થતી શુભાશુભબુદ્ધિ પણ ક્ષણિક છે. તેથી તેમાં શુભાશુભ પરિણામ થી નહીં મૂઝાતાં નિષ્કામભાવે બાહ્ય સર્વ કર્તવ્ય કર્મો કરો અને સર્વ જડ પદાર્થોમાં એકાત્માને સત્ય ઉપાદેય તરીકે અનુભવે.
પિતાની સત્તા અને લક્ષ્મી વગેરેને ગરીબોને, અશક્તોને, અનાથને પીડવામાં ઉપયોગ ન કરો. સર્વ મનુષ્ય સમાન છે. જેઓ પિતાની શક્તિઓ ખીલવે છે અને પોતાના આત્માને જિન જાણી તેના ઉપાસક બને છે, જેઓ પિતાના પર અન્યાય, જુલ્મ, દુઃખાદિ કરનારાઓને જીતે છે અને જેઓ અનેક પરિષહે, ઉપસર્ગો વેઠે છે તેઓ ખરેખર કમગીઓ બની શકે છે. મનમાં થતી સર્વ શુભાશુભ લાગણીઓ પર જય મેળવે. બીજાઓના શ્રેય માટે દુખે સહન કરો. કીતિ અને અપકીતિને જડ ગણું સ કાર્યો કરે. વિશ્વમાં, દેશમાં, સંઘમાં, રાજ્યમાં થતા અન્યાય અને જુલ્મને દૂર કરવા અને આત્મભોગ આપવા એક ક્ષણમાત્રને વિચાર કર્યા વિના નિષ્કામભાવે પ્રવર્તે.
For Private And Personal Use Only