________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
અધ્યાત્મ મહાવીર ચંડાલ નથી પણ ભેગી છે. નિષ્કામભાવે કાર્યો કરો. કરવા લાયક સર્વે પ્રવૃત્તિઓ કરે, પણ તેના ફલની ઈચ્છા ન કરે. કર્મોના ફલભેગની ઈચ્છા થાય છે ત્યાં વૈદેહ જીવન્મુક્ત દશા પ્રાપ્ત થતી નથી. જે અધિકારે હું છું તે અધિકારે વર્તવાની મારી ફરજ છે, એવું માનીને ગૃહસ્થનાં કર્મો અને ત્યાગીનાં કર્મો કરે. કર્મો કરવામાં કીર્તિ, અપકીર્તિ, ભય, ખેદ, માન, અપમાન, અહંવ, કર્તૃત્વ, શત્રુત્વ વગેરે શુભાશુભ કંદ્ર ન ભાસે ત્યારે જાણવું કે આત્મજ્ઞાનની પરિપકવતા અને આધ્યાત્મિક ચારિત્ર પ્રગટયું છે.
મારા ઉપદેશેલ અધ્યાત્મજ્ઞાનથી જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે નિષ્કામભાવે કર્મો કરવાની તેનામાં ચગ્યતા આવે છે, નામરૂપને મેહ ત્યાગીને કર્મોના ફળની ઈચ્છા વિના જીવનમરણમાં નિરૂપૃહ બની કાર્યો કરે. તામસિક નિવૃત્તિને ન ઈચ્છ. તમે ગુણને ત્યાગ કરીને, રજોગુણમાં પ્રવેશી તેને પણ ત્યાગ કરીને જૈન બની સાવિક ઈચ્છાથી કાર્યો કરે અને તેમ કરીને તમે રજોગુણી ઈચ્છાઓને જીતે. સાત્ત્વિક ઇચ્છાના પથને અનુક્રમે ત્યાગ કરીને શુદ્ધાભેપગે વત કાર્યો કરે. જ્યાં સુધી નિષ્કામભાવે કર્તવ્યકર્મો ન થાય ત્યાં સુધી શુભ સકામભાવે કર્મો કરે, પણ સચ્છાની પેલી પાર ગયા વિના કર્મોને કે પ્રવૃત્તિઓને ત્યાગ ન કરો. ' ભક્તિ, સેવા, આજીવિકાદિ કર્મો કરતાં અનેક દેશનું પ્રાકટચ દેખાય છે અને તેને કર્મો કરતાં કરતાં નાશ થાય છે. આમ અનેક ગુણે પ્રકટાવી શકાય છે. સંઘ, સમાજ, કુટુંબ, દેશ, રાજ્યાદિકની સર્વ કર્મ પ્રવૃત્તિઓમાં રસપૂર્વક પ્રવૃત્તિ કરે. કર્મો કર્યા વિના કેઈ પાક જૈન કદી બની શકતા નથી. જે કર્મવીર બને છે તે જ આત્મવીર બને છે અને તે મહાવીરદેવ થાય છે. કર્મો કરતાં કરતાં કર્મરહિત થશે. માટે મનુષ્ય ! હદયમાં મારું સ્મરણ કરીને અદીન પણે ગમે તે અવસ્થામાં કર્મો કરો.
કેઈના જીવનને હક્ક અન્યાયથી ન લૂટે. વૈર કે દ્વેષથી કોઈને
For Private And Personal Use Only