________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
અધ્યાત્મ મહાવીર સ્વામીરૂપે અનુભવે છે ત્યારે તે જિને, પરમ ચેગીઓ, પરમહંસે, અહંતે બને છે. મારા માર્ગમાં એક પગલું ભરતાં અને ઉત્સાહથી આગળ ગમન કરતાં આત્માઓ જેને બને છે. મારા શુદ્ધાત્મસવરૂપની તરફ જેઓ દષ્ટિ દે છે તેઓ આઠ કર્મથી સંબંધિત છતાં જૈન બને છે. સાધક અવસ્થા તે જૈનદશા છે અને જે જે અંશે સિદ્ધપણું પ્રાપ્ત કરવું તે જિન કે આત્માવસ્થા છે. વેષ અને ક્રિયા કરતાં ગુણેની પ્રાપ્તિ કરવી એ જ જેનોનું ખાસ કર્તવ્ય છે. દેશકાલાનુસાર વેષ, વ્રત, ક્રિયા અને શાસ્ત્રાદિકમાં ફેરફારો થયા કરે છે, પરંતુ તે વડે સાધ્ય તે આત્મગુણેને વ્યક્તિભાવ જ છે. અનેક પ્રકારે દેશકાલાનુસારે વેષ, ક્રિયા અને વિધિમાં પરિવર્તન થયાં છે, થાય છે અને થશે તેમાં મારા ભક્ત જૈનો કદાહરહિતપણે વર્તે છે અને ગુણેની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે. અમુક વેષાચાર, ક્રિયાકાંડ, મતાદિકથી જ આત્મગુણે પ્રકટભાવને પામે છે, એ નિયમ નથી. માટે ભિન્નભિન્ન વેષાચાર, ક્રિયાકર્મ, મતસંપ્રદાયમાં વ્યવહારથી રહેવા છતાં તેમાં હઠ, કદાગ્રહ, કલેશ, વિવાદ, મમત્વ કરવાં નહીં અને ઉપરથી જે જે એગ્ય લાગે તે સ્વાધિકારે કરવું, એ જ જેને જનધર્મ છે.
જે દેશકાલને અનુસરીને જે કરવાનું હોય તે તે દેશકાલાનુસારે કરવું. જેમાં રસ પડે તેવી પ્રવૃત્તિ કરવી. જેમાં આનંદકે રસ ન પડે અને ચિત્તની એકાગ્રતા ન થાય તે ધર્મ પ્રવૃત્તિ કરવી નહીં; પણ તેમાં પોતાને અધિકાર નથી એવું જાણું તેનું ખંડન કરવું નહીં. કરડે લાખો જેને જુદી જુદી રીતે જૈન. ધર્મનાં ક્રિયા, જ્ઞાનાદિકની આરાધના કરતા હોય, પણ તેઓ સર્વે શુદ્ધાત્મમહાવીરસ્વરૂપની પ્રાપ્તિ માટે એક લવાળા જાણવા. તે સર્વને મારા ભક્ત જાણવા.
આત્માના શુદ્ધ જ્ઞાનાદિક ગુણેની પ્રાપ્તિ તે આત્મધર્મ છે. તે માટે ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં સર્વ લેકે જે જે શુભ
For Private And Personal Use Only