________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૫૧. જ્ઞાનાજ્ઞા પ્રવર્તક જાણવા. જૈનધર્મ એ મારું બાહ્યાંતર સ્વરૂપ છે. મારું અનંત સ્વરૂપ છે એમ જેએ જાણે છે તે જૈનધમી છે.
દેવગુરુની ભક્તિ કરવી, સાધુઓની સેવા કરવી, ગૃહસ્થને રોગ્ય અને ત્યાગીને ચગ્ય વ્રત, તપશ્ચરણ કરવાં તે જૈન ધર્મ છે. જેઓના અપરાધે કે ગુનાઓ કર્યા હોય તેઓની માફી માગવી, મનુષ્યોને જ્ઞાનમાર્ગ કે ભક્તિમાર્ગમાં ચઢાવવા, દુઃખીઓનાં દુઃખ ટાળવાં, ઇન્દ્રિયને કુમાર્ગમાં જતી અટકાવવી, અશુભેચ્છાઓને ત્યાગ કરો, અન્ય જીવોના ભલામાં યથાશક્તિ ભાગ લે તે જૈનધર્મ છે. પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરવી અને પાપમાર્ગથી પાછા ફરવું એ જનધર્મ છે. દેશ, સંઘ, રાજ્યાદિક વડે સર્વ મનુષ્યનું અને સર્વ જીવેનું શ્રેય થાય એવી પ્રવૃતિ કરવી અને અકલ્યાણ માર્ગમાંથી પાછા ફરવું તે જનધર્મ છે.
- જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમભાવ તથા ક્ષાયિકભાવ કરે, દર્શનાવરણીય કર્મને લપશમભાવ તથા ક્ષાયિક ભાવ કરે, મોહનીય કર્મને ઉપશમ, ઉપશમ, ક્ષાયિકભાવ કરવો તથા અંતરાય કર્મને ક્ષપશમભાવ તથા ક્ષાયિકભાવ કરવો એ જ પરમાત્મા પરબ્રહ્મ મહાવીરપદની પ્રાપ્તિ જાણવી. ઘાતિકર્મ અને અઘાતિકર્મના સર્વથા નાશથી સર્વથા શુદ્ધ એ આત્મા જ પરમાત્મા મહાવીર બને છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય એ આઠ પ્રકારનાં કર્મને નાશ કરવા અંશથી પણ કિયાને આરંભ કરનાર એ આત્મા અપેક્ષાએ જન અને જિન છે. નિમિત્તરૂપે પરમાત્માનું અવલંબન જેઓ મન, વાણ, કાયાથી લે છે તેઓ જેને છે. જેમાં મારું અવલંબન ઉપાદાનપણે ગ્રહે છે અને બાહ્યમાં નિરાલંબનપણે વતે છે તેમ જ આત્માને પરબ્રહ્મ મહાવીરરૂપે અનુભવી ધ્યાન સમાધિમાં મશગૂલ રહે છે તેઓને જિન, પરમાત્મા જાણવા.
સેવકદશા સુધી આત્માઓ જનો છે અને પોતે જ આત્માને
For Private And Personal Use Only