________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
અધ્યાત્મ મહાવીર શુભાશુભ કર્મ કરે છે, પણ અંતરથી તેને હેતુ શુદ્ધ હોવાથી તે કર્મથી બંધાતું નથી. શુદ્ધ આત્મા સંચિત કર્મને જ્ઞાન વડે નાશ કરે છે અને સુખદુઃખફલરૂપ પ્રારબ્ધમાં સમભાવે વર્તે છે. પ્રારબ્ધના ભેગમાં મૂંઝાઈને નવીન કર્મ બાંધતા નથી તેથી આત્મા સર્વ પ્રકારે મુક્ત અને સ્વતંત્ર બને છે.
મુક્તિને કર્તા આત્મા છે અને તેને ભક્તા પણ આત્મા છે– આવું જેને આત્મજ્ઞાન છે તેની વાણીને સમ્યક્ત્વવાણી જાણવી. તેને શ્રતધર્મ તરીકે જાણે. જડની સહાયથી બાહ્યાતર સર્વ શક્તિઓની પ્રાપ્તિના ઉપાયે અને તેઓનાં કાર્યને ચારિત્રધર્મ જાણે. શ્રુતિધર્મમાં અને ચારિત્રધર્મમાં અસંખ્ય નાની અસંખ્ય દષ્ટિઓને જેઓ પરસ્પર સાપેક્ષતાએ જાણે છે તેઓ ધર્મશાળામાં અને ચારિત્રની અનેક અવસ્થાઓમાં મિથ્યા એવા કદાગ્રહથી રહિત આસ્તિક બને છે. તેઓ જ ખરેખરી રીતે મારા સત્ય ભક્ત જેને બને છે. તેઓ જ જૈનધર્મના આરાધક તથા પ્રવર્તક બની શકે છે. મારા ઉપદેશમાં જેઓ શ્રદ્ધા ધારણ કરે છે તેવા ઉપાસકે, બ્રાહ્મણો કે શ્રાવક જેનો છે. જેઓ અશુભ વિચારને જીતે છે અને શુભ વિચારમાં પ્રવેશે છે તેઓને અંશે અંશે પણ જૈનધમ જાણવા. ભક્તિયોગ, જ્ઞાનયોગ, ઉપાસનાગ, કર્મવેગ, શક્તિગ આદિ ચોગ વડે રજોગુણ અને તમોગુણ પર જય મેળવી શકાય છે, અશુભ લાગણીઓ પર જય મેળવી શકાય છે. માટે ભક્તિ તેમ જ જ્ઞાનાદિ સર્વે અસંખ્ય ગે જૈનધર્મરૂપ જાણવા.
જે દેશમાં, ખંડમાં જે ચોગરૂપ જૈનધર્મની ન્યૂનતા કે હીનતા હોય છે અને જે પેગની જરૂર લોકોને હોય છે તે ધર્મનો ઉદ્ધાર કરવા તે તે ચોગી મહાત્માઓ પ્રકટે છે અને તે દેશમાં તે યોગરૂપ જૈનધર્મને પ્રકાશ કરે છે. એમ સર્વત્ર વિશ્વમાં જે જે મહાત્માઓ જ્ઞાન, કર્મ, ભક્તિ આદિ ચોગરૂપ જૈન ધર્મના પ્રકાશક થયા છે, થાય છે અને થશે તે મારા ભક્ત, ત્યાગીએ અને યોગીઓને મારી
For Private And Personal Use Only