________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૪૯ રૂપ માને. બાકી સત્તાએ તો તે સર્વે, તમે, હું એમ બધા એક પરબ્રહ્મરૂપ છીએ એમ અનુભવે.
પરમાણુરૂપ જડ દ્રવ્ય, કે જે આત્માની સાથે સંબંધિત છે અને જેનાં મન, વાણી, કાયા, કર્મ બનેલાં છે, તે સર્વ પ્રકૃતિરૂપ છે. જડ પ્રકૃતિના પર્યાને આત્મા અનેક રૂપમાં ફેરવી ફેરવી શકે છે અને તેથી આત્મા પિતાના બાહ્ય જીવન જીવી શકે છે. તેથી તે પ્રકૃતિ પણ અપેક્ષાએ આત્માને ઉન્નતિમાં વ્યવહારનયે નિમિત્તકારણપણે સહાયભૂત હેવાથી જડધર્મ તરીકે જાણવી. તેમાં ઈન્દ્રિય, દેહ, મન, વાણી આદિની અપેક્ષાએ નિમિત્તકારણભૂત જૈનધર્મ છે, આત્માની અપેક્ષાએ દેહ, વાણી, મન, કર્યાદિ જડપ્રકૃતિ અસત્, માયા, પ્રપંચરૂપ છે, પણ તે વડે આત્માની જ્ઞાનાદિ શક્તિઓને વિકાસ થાય છે માટે તેને બાહ્ય નિમિત્તરૂપ જૈનધર્મ જાણવી. જડ પરમાણુએથી દેહાદિક સૃષ્ટિ બને છે. જડ દ્રવ્યની સૃષ્ટિના કર્તા, હર્તા, ભક્તા આત્મરૂપ મહાવીર પ્રભુ ખરેખર વ્યવહાર નયથી છે.
આત્મામાં અનંત શક્તિઓ છે. જડ સૃષ્ટિને શુભાશુભરૂપમાં આત્મા ફેરવી શકે છે. નિશ્ચયથી જડ સૃષ્ટિનો કર્તા જડ છે અને આત્મસૃષ્ટિને કર્તા આત્મા છે. વ્યવહારમાં જડ-ચેતન, સ્થાવરજંગમ સુષ્ટિને કર્તા, હર્તા, ભોક્તા આત્મા છે. કર્મની સાથે સંબંધિત આત્મા સબલબ્રહ્મ છે અને રજોગુણ, તમે ગુણ, સર્વગુણ કે પ્રારબ્ધ, સંચિત, ક્રિયમાણે પ્રકૃતિકર્મથી રહિત આત્મા શુદ્ધામા, શુદ્ધબ્રા, પરબ્રહ્ન, શુદ્ધ મહાવીરરૂપ છે.
શુભ વિચાર, શુભ પરિણામ, શુભ કર્મથી પુણ્યને બંધ થાય છે અને અશુભ વિચાર, અશુભ પરિણામ, અશુભ કર્મથી પાપને બંધ થાય છે. શુભાશુભ પરિણામ કે શુભાશુભ બુદ્ધિથી રહિત નિરાસક્ત આત્મા પોતાના સ્વભાવમાં રમે છે અને વસ્તુતઃ તે જ વધર્મ–આત્મધર્મ છે. શુભાશુભ પરિણામરહિત આભા બાહ્યતઃ
For Private And Personal Use Only