________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
દીક્ષા મહત્સવની તૈયારી અને ધર્મોપદેશ જીવમાત્રમાં જ્યાંત્યાં સર્વત્ર પૃથ્વીમાં જૈનધર્મ આવિર્ભાવ અને તિભાવરૂપે વ્યાપી રહેલ છે.
ચેતનમાં જે જૈન ધર્મ છે તે સત્ય જૈનધર્મ છે અને જે જડ છે તેમાં સાધનની અપેક્ષાએ જૈન ધર્મ છે. અનાદિકાળથી અનેક તીર્થકર ઋષિઓએ કશેલ જૈનધર્મ પ્રવર્યા કરે છે અને અનંતકાળ સુધી પ્રવર્તશે. જૈનધર્મને દેશ, કાલ, ભાષાદિથી કરોડે અસંખ્ય જુદાં જુદાં નામે પડે, તે પણ તે જૈન ધર્મના સર્વવ્યાપક વિચારની અપેક્ષાએ જૈનધર્મ છે–એમ સમજીને મનુષ્યો! જૈનધર્મની આરાધના કરો. આત્માને અન્વયધર્મ તે સજૈનધર્મ છે અને જે દેહાદિક ધર્મ છે તે અસત્ જૈનધર્મ છે. ઔપચારિક અસદુધર્મમાંથી સર્જનધર્મરૂપ આત્મધર્મ કે બ્રહ્મધર્મમાં પ્રવેશાય છે.
જૈનધર્મ અનેક પ્રકારના શુભાચાર અને સવિચારરૂપ છે. જે મનુષ્ય જેટલા અંશે સદાચાર અને પવિત્ર હૃદય રાખે છે તેટલા અંશે તે અનંત અભેદમય આત્મજીવનમાં પ્રવેશે છે. અનંત ધર્મ, અભેદધરૂપે જૈન ધર્મ છે. જેનધર્મના આચારની ભિન્નતાએ અને મતની કે વિચારશ્રેણીની ભિન્નતાએ બાહ્ય કરેડો ભેદ પડે તો પણ તે સર્વને ઉદ્દેશ જે અનંત અભેદરૂપ આત્મધર્મને પ્રાપ્ત કરવામાં હોય તે તે સર્વને અપેક્ષાએ સમ્યગૂ જૈન ધર્મના ભેદે જાણવા સર્વ મનુષ્ય અને જીવનમાં આત્મબુદ્ધિરૂપ જૈનધર્મને દે. ક્રિયાની અપેક્ષાએ બાહ્ય જૈનધર્મ છે, વિચારની અપેક્ષાએ માનસિક જૈનધર્મ છે અને આત્માની અપેક્ષાએ આત્મિક જૈનધર્મ છે.
તમોગુણી જૈનધર્મમાંથી રજોગુણી જૈન ધર્મમાં પ્રવેશાય છે, રજોગુણી જૈનધર્મમાંથી સવગુણી જૈન ધર્મમાં પ્રવેશાય છે અને સત્વગુણી જૈનધર્મની પ્રાપ્તિથી આત્મિક સચ્ચિદાનંદરૂપ જૈનધર્મની પૂર્ણ પ્રાપ્તિ થતાં આત્મા જીવન્મુક્ત વૈદેહી મહાવીર બને છે. ઉત્તરોત્તર એવા ક્રમે મનુષ્ય જૈનધર્મની આરાધના કરે છે. પિતાની પવિત્ર ઈચ્છાએ પવિત્ર વર્તન થવું તે જ સદાચાર છે
For Private And Personal Use Only