________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
અધ્યાત્મ મહાવીર મને ધર્મની અપેક્ષાએ સર્વ મનુષ્યની સાથે સમાનધમી છે.
કાયા અને વાણીના ધર્મ કરતાં માનસિક પવિત્રતા ઉત્તરોત્તર જૈનધર્મનું ચઢતું સ્વરૂપ છે. અને મન કરતાં આત્માના ગુણપર્યામાં રમણતા કરવી અને આત્માની જ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશ કરે એ ઉત્તરોત્તર વિશુદ્ધ જૈનધર્મ છે. મન-વાણી-કાયાની શુભ પ્રવૃત્તિ પરમાર્થ પ્રવૃત્તિ છે. તે વ્યવહારથી શુભ જેનધર્મ છે અને આત્માના જ્ઞાનાદિ ગુણને જે પ્રકાશ છે તે નિશ્ચયથી જૈનધર્મ છે. આત્મા જેમ જેમ ઉચ્ચ અને ઉચ્ચતર દશા તરફ ગમન કરતે જાય છે તેમ તેમ તે જૈન મટીને જિન, જિનેશ્વર, મહાવીર, પરબ્રહ્મ, પ્રભુ બનતું જાય છે.
આધ્યાત્મિક તથા બાહ્ય જે કોઈ ધર્મ પ્રવૃત્તિ છે તે સર્વ જૈનધર્મરૂપ છે. વેદાદિકમાં લખાયેલે જૈનધર્મ તે શબ્દરૂપ જૈનધર્મ છે, પરંતુ દરેક આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણ વડે જે ઉન્નતિ કરે છે તે વાસ્તવિક સત્ય જૈનધર્મ છે. દેશ, કેમ, સમાજ, સંઘાદિકની આંતરબાહ્ય ઉન્નતિ કરવી તે સમષ્ટિ ધર્મરૂપ જૈનધર્મ છે. પિતાના તથા અન્યના કલ્યાણના આશયથી મન, વાણી, કાયાથી કેઈપણ વિચાર-આચાર-કર્મની પ્રવૃત્તિ કરવી તે જૈનધર્મ છે અને તે સ્વધર્મ છે.
આત્મા એ જ વસ્તુતઃ સ્વ છે અને તેને જ્ઞાન અને આનંદ ધર્મ તે જ સ્વધર્મ છે. આત્માના સાધનરૂપ મન, વાણી, કાયા, લક્ષ્મી આદિ ઔપચારિક દૃષ્ટિએ સ્વધર્મ છે અને તેથી મન, કાયાદિકની શુભ પ્રવૃત્તિ કે પરમાર્થ પ્રવૃત્તિ પણ અપેક્ષાએ સ્વધર્મરૂપ જૈનધર્મ છે. આત્મા એ જ સ્વધર્મ છે અને તેનું અનંત જીવન પ્રાપ્ત કરવાનાં ઉપાદાન અને નિમિત્તે કારણે પણ સ્વધર્મ છે. સ્વાધિકારે આમાની અને અન્ય મનુની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ થાય એવા વિચારો અને એવી પ્રવૃત્તિઓ એ જ સ્વધર્મ છે. અનેક દષ્ટિઓની અપેક્ષાએ જૈનધર્મરૂપ સ્વધર્મ છે.
For Private And Personal Use Only