________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 145 દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ માર્ગમાં સંચરો. આત્માનું બળ અશુભ લાગણુંઓમાં ન વપરાય અને તેથી અન્ય મનુષ્યને નુકસાન ન થાય તે માટે એકાંતમાં તેને ઊહાપોહ કરે. પિતાનાં મન, વાણી અને કાયાનું બળ ક્યાંથી પ્રગટે છે અને તેમાં પ્રમાદ ક્યાં ક્યાં થાય છે તે નિરીક્ષણથી શોધી કાઢો. મનને યોગ્ય વિશ્રાંતિ, કાયાને ચોગ્ય વિશ્રાંતિ અને વાણીને યોગ્ય વિશ્રાંતિ તથા એગ્ય પ્રવૃત્તિ મળે છે કે નહીં તેનું નિરીક્ષણ કરી થતી ભૂલને વારે. કુટુંબ, સમાજ, જાતિ, દેશ, રાજ્યાદિકની સાથે પોતાનો સંબંધ કેવો હોવો જોઈએ તેનું તથા શું શુભ કર્યું અને શું અશુભ કર્યું તેનું વિવેકસ્મૃતિથી નિરીક્ષણ કરો અને આત્મશક્તિઓનો વિકાસ કરે. જૈનધર્મ એ જ સ્વધર્મ તથા સર્વધર્મ: જૈનધર્મ એ જ સ્વધર્મ તથા સ્વધર્મમાં સમાતો સર્વધર્મરૂપ છે. જૈનધર્મ એ જ સમષ્ટિ અને વ્યષ્ટિને ધર્મ છે. જૈન ધર્મ આંતરબાહ્ય ધર્મ સ્વરૂપ છે. મારા ભક્તો, કે જે ગૃહસ્થાવાસમાં રહેલા છે અને ત્યાગીઓ છે, તેઓનું મન, વાણી અને કાયાનું કર્તવ્ય તથા તેના આત્માની ગુણપર્યાયરૂપ પ્રવૃત્તિ એ જ જૈનધર્મ છે. વિશ્વમાં પ્રવર્તતા સર્વ દેશ અને ખંડના મનુષ્ય ડાઘણું અંશે ભક્તિ-ઉપાસના-જ્ઞાનમાર્ગમાં વિચરતા જૈનો બને છે. જે જે અંશે મનુષ્ય સત્ય જ્ઞાન અને શુદ્ધ પ્રેમ તરફ વળે છે અને અશુભ ક્રોધાદિકની લાગણીઓને જીતવા પ્રયત્ન કરે છે તે તે અંશે તે ગમે તે વર્ણનો કે ગમે તે દેશનો હોય તે પણ તે જૈન છે અને તેની આત્માની મન, વાણી, દેહ દ્વારા થતી પ્રવૃત્તિ એ જ જૈનધર્મ છે. એ જ ખરેખર સ્વધર્મ છે. ગુણકર્માનુસારે જે જે વર્ણવિભાગમાં મનુષ્ય હેય તે વર્ણના ગુણકર્મની અપેક્ષાએ વર્ણધર્મ તે સ્વધર્મ છે. ગમે તે વર્ણાદિક ધર્મ પાળનાર હોય પણ તે આત્મધર્મની અપેક્ષાએ અને For Private And Personal Use Only