________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ મહાવીર ભલેને સુધારો. જે પિતાની કઈ શક્તિ છે અને તેને કે ઉપયોગ થાય છે તેને એકાંતમાં વિચાર કરતો નથી તે વિવેકને પ્રાપ્ત કરી શક્તો નથી. પિતાની સત્તા અને લક્ષમીનો સદુપગ થાય છે કે દુરુપયોગ થાય છે તેનો વિવેક કરીને દુરુપગ માટે પશ્ચાત્તાપ અને સદુપયોગ માટે ખુશ થવું જોઈએ. દેશ, સમાજ, પ્રજા, સંઘ, જાતિ, કુટુંબ, ઘર આદિની ઉન્નતિ થાય છે કે અવનતિ થાય છે તેનું દરેક મનુષ્ય નિરીક્ષણ કરવું અને અવનતિના માર્ગોને પરિહરી ઉન્નતિના માર્ગો અંગીકાર કરવા કરાવવા અને કરતા-કરાવતાનું અનુમોદન કરવું. સમાજના નિરીક્ષણથી, સંઘ, રાજ્ય, વ્યાપાર દિ સર્વના નિરીક્ષણથી લાભાલાભ અને ઉન્નતિ-અવનતિને વિવેક પ્રગટે છે. તેથી અશુભ માર્ગમાંથી પાછા ફરવાનું થાય છે અને આત્માના તરફ ગમન થાય છે. પોતાનું નિરીક્ષણ કરનાર આત્મશક્તિઓને પામવાના માર્ગો તરફ વળે છે. આત્મનિરીક્ષણ વિના કર્તવ્ય કાર્યો કરવામાં કે વિજયી બની શકતા નથી. જુઠી પ્રશંસા અને કૃત્રિમ મેટાઈથી દૂર રહે. કેઈની હદ. બહારની પ્રશંસા ન કરે. જૂઠી રીતે કીર્તિ વધારવાને લેભ ન કરો. કોઈની ખુશામત ન કરો, પણ કોઈના સત્ય ગુણોની પ્રશંસામાં ખુશામત ન માનો. કોઈના આત્માને તેનાં મન, વાણી, કાયાના દુરુપયોગ માટે ધિક્કારો નહીં, પણ પોતાના સદ્દવિચારોથી સુધારે દેશકાળાદિને અનુસરી જે જે ઉન્નતિના માર્ગો દેખાતા હાય તેમાં સંચરે અને હાનિકારક દુષ્ટ રિવાજો અને રૂઢિઓથી પાછા ફરે. જમાનાને અનુસરી કર્તવ્ય કાર્ય કરો પણ જૂનું જે સત્ય હેય તેને ત્યાગ ન કરે. ભૂતકાળના ઇતિહાસ પર દષ્ટિ નાખે. અને વર્તમાનમાં આત્માની તુલના કરો. અશુભ લાગણીઓને વશ ન થાઓ અને ક્રોધાદિ કષાયોને શુભ લાગણીઓ રૂપમાં ફેરવી દે. પછી શુભાશ્રમ લાગણીઓ છતીને આમ દશાએ કર્તવ્ય For Private And Personal Use Only