________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 141 અધ્યાત્મ મહાવીર અને અનેક લબ્ધિઓ દેખાડીને તેઓ મારી સેવાભક્તિને સર્વત્ર વિશ્વમાં પ્રચાર કરી વિશ્વને ઉદ્ધાર કરશે. અન્ય દેવ અને દેવીએને ભજતાં જે કર્મો ટળતાં નથી તે કર્મો તે મારા ભકતોની બે ઘડીની સંગતિ કરતાં ટળે છે. જેઓ મારા ભક્તો પર તર્ક, વિતર્ક, વિક૯પ કર્યા વિના વિશ્વપ્રેમ ધારણ કરે છે તેઓ મને - જલદી પ્રાપ્ત કરે છે. મારા ભકતોના દેષ સામું જોનારા અને વદનારા દોષી બને છે, પરંતુ ગુણે સામું જોઈ ગુણની પ્રશંસા કરનારા ગુણ બને છે. મારા ગૃહસ્થ ભક્તો અને ત્યાગી ભક્તિમાં પ્રકૃતિનું અવલંબન છે. તે ત્રિગુણાત્મક પ્રકૃતિ વિના કેઈ ભક્ત દેહાદિક પામી શકતા નથી. પ્રકૃતિના સંબંધે મારા ભકતે સંસારમાં મારું ધ્યાન ધરી શકે છે અને પિતાના આત્માની ઉત્તરોત્તર ઉચ્ચ સ્થિતિને વિકાસ કરી શકે છે. માટે મારા ભક્ત મનુષ્યને જે કર્મ પ્રકૃતિના ગે દેહ, મન, વાણ આદિને સંબંધ થયો છે તેમાં દુનિયાને જે દેષ કે દુર્ગુણ રૂપ લાગે છે તે તે મારા ભકતને શિક્ષણરૂપ કે ગુણરૂપ પરિણમે છે. માટે સાપેક્ષ ગુણદષ્ટિએ ચાલીને મારા ભકતોમાં કઈ ભક્તાએ દેષ કે અવગુણની ભાવના કરવી નહીં. તેઓ જે સ્થિતિમાં મુકાયેલા છે તેમાં અપૂર્વ રહસ્ય છે. તે આગળ ચઢવાને માટે છે તથા તેઓ મારા ભક્ત બન્યા પછી આગળ ને આગળ ઉન્નતિમાર્ગમાં ચઢવાના છે—એમ વિશ્વાસ રાખી તેમાં આત્મમહાવીરબુદ્ધિ ધારણ કરે. તેઓની નિંદા ન કરે. તેઓની ઈર્ષ્યા ન કરે. તેઓ પર પૂર્ણ પ્રેમ ધારણ કરે. જેમ વેત શંખ પંચર માટી ખાય છે તે પણ તેને એક શ્વેત રંગરૂપે પરિણુમાવે છે, તેમ મારા ગૃહસ્થ કે ત્યાગી ભક્તો પંચેન્દ્રિય વિષયભેગે ભેગવતા છતાં અંતરમાં નિર્લેપ રહે છે. સેમલ વગેરે ખાવાથી મનુષ્ય મૃત્યુ પામે છે પણ તેની માત્રા ખાવાથી કંઈ ઓર ચઢતું નથી, તેમ મારા ભક્તોને સાંસારિક કાર્યો For Private And Personal Use Only