________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ 14 મનુષ્યને મારા જેટલા જ બહુમાન અને સત્કારથી સેવે છે અને. તેઓને આજીવિકા વગેરેમાં સહાય કરે છે. એ તેના પર પૂર્ણ મિ ધારણ કરે છે તેમ જ તેની વ્યાવહારિક અને આંતરિક ઉન્નતિ થાય તેવા ઉપાયો લેવામાં તેઓની સેવા માને છે. તે બાહ્ય વર્ણ, જાતિ, વેષ, મતાચારાદિ ભેદે પરસ્પરમાં ભેદ માનતા નથી. તેઓ. પરસ્પર અભેદભાવે વર્તે છે અને પરસ્પરની સેવાભક્તિમાં સર્વ સ્વાર્થોને ભૂલે છે. મારા ભક્તોના દેને તે જોતા નથી અને તેઓને સર્વસ્વનું અર્પણ કરે છે. મનુષ્ય! તમે મારા ભક્તોની ભક્તિ કરે, મારા ભક્તોએ જેઓ મારા ભક્ત બન્યા નથી તેઓની સેવાભક્તિ કરીને તેઓને અનેક પ્રકારે બેધાદિકથી મારા ભક્તો બનાવવા. મારા ભક્તોએ રાજા વગેરેના ઉપદ્ર, આઘાત સહન કરીને પણ મારા ભક્તોની સેવાભક્તિ કરવામાં અભય, અભેદ, અખેદ, અદ્વેષ ધારણ કરે અને લેકલજજાને તથા કાપવાદને ત્યાગ કરે. ગૃહસ્થ અને ત્યાગી આચાર્યાદિકની સેવા અને ભક્તિમાં જીવન ગાળવું, કારણ કે મારા જે ભક્તો બને છે તેઓ મારારૂપ છે. જે મારા ભક્તો છે તેઓને ભવનાં કે પાપનાં જે જે બંધન કે હેતુઓ હોય છે તે મુક્તિરૂપે પરિણમે છે. મારા મુખથી તમને જે કહેવામાં આવે છે તે પ્રમાણે, વર્તવામાં તમને મારી કૃપા પ્રાપ્ત થાય છે. મારા ભક્તો સમ્ય-- ગ્દષ્ટિવાળા હોય છે. તેઓ દ્વારા મારું સ્વરૂપ વ્યક્ત થાય છે. ઈન્દ્રાદિક દે અસંખ્ય રૂપે લેવાને શક્તિમાન છે. તેઓ એક કાળમાં પરસ્પર વિરુદ્ધ એવાં લાખો કરોડો રૂપ લઈ શકે છે. તેનામાં જે શક્તિ છે તે મારી પૂર્ણ શક્તિના સાગર આગળ એક બિન્દુ સમાન છે. મારા ભક્તોને મેં અસંખ્ય રૂપો દર્શાવ્યાં છે. તે પ્રમાણે મારા ભક્ત એવા ગુરુઓ પોતાના ભક્તોને મારી ભક્તિના બળથી અનેક રૂપ દેખાડે છે અને ભવિષ્યમાં અનેકરૂપે, અનેક ચમત્કાર For Private And Personal Use Only