________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ મહાવીર શરણું અંગીકાર કરીને એક ક્ષણમાત્રમાં શુદ્ધ થઈ જાય છે. મારી તરફ જેઓ જુએ છે તેઓને સંસારની માયા નડતી નથી. મારા ભક્તોને માયા કે પ્રકૃતિ ખાઈ શકતી નથી અને યમ અર્થાત્ મૃત્યુનું તેઓ પર જોર ચાલતું નથી. જેઓ ગુરુ કરીને તેનો શરણે જાય છે અને તેની આજ્ઞા અનુસાર વર્તે છે તેઓને હું મારા ભક્ત તરીકે સ્વીકારું છું. મારામાં, ગુરુમાં અને પિતાનામાં જેએ અભેદતા, એકતા અનુભવે છે તેઓ મારા ભક્ત બને છે. તેઓની સંગતિથી દુષ્ટ પાપીઓને ઉદ્ધાર થાય છે. જેઓ પોતાના ગુરૂની નિન્દા, હેલના, આશાતના કરે છે અને મારું નામસ્મરણ કરે છે તેઓને ઉદ્ધાર કદાપિ થતા નથી, ગુરુ વિના કેઈ મને પામી શકતું નથી. મારા શરીરના વિરહ પછી જે લોકો મારા કહેલા ગુરુઓની સેવાભક્તિ કરશે તે તરશે અને તેઓના પ્રત્યેનીક એટલે કે વિરોધી થશે તેઓની બુદ્ધિ શુદ્ધ થશે નહીં. બાહાના આચારક્રિયાવાળા કરતાં હાર્દિક પ્રેમવાળા મારા ભક્તો અનંતગુણ શ્રેષ્ઠ છે. ભક્તોને ભક્તિરૂપ પ્રકાશ જ્યાં હોય છે ત્યાં પપદેષરૂપ અંધકાર આવી શકતું નથી. ભક્તોની ભક્તિથી ભક્તો પિતાને જેવા ધારે છે તેવા રૂપે આત્મવીરના પ્રતાપે પરિણમે છે, એમાં અંશમાત્ર પણ અસત્ય નથી. મારા ભક્ત બનેલા ભાગીઓ અનેક પ્રકારના હોય છે. તેઓ વિશ્વમાં સર્વત્ર અનેક પ્રકારની વેષાચારની પ્રવૃત્તિથી પ્રવર્તે છે. તેઓ મારામાં એવા તે લયલીન બને છે કે તેઓને મારા વિના બીજું કશું ગમતું નથી. તેઓ સવ ખડેમાં મારી ભક્તિથી અનેક પ્રકારના ચમત્કારો દર્શાવી શકે છે. તે ચમત્કારરૂપ મારી શક્તિઓ છે. તે ખરેખર ગુરુભક્તિને અધીન છે. મારા ભક્તો પ્રથમ દુઃખ સંકટથી કસાય છે, પશ્ચાત તેઓ શુદ્ધ સુવર્ણની પેઠે સર્વત્ર પ્રકાશી શકે છે. લિંગ, વેષ, મત, કિયાચારમાં અનેક પ્રકારની ભિન્નતા ખીને મારા ભક્તો તેમાં મુંઝાતા નથી. મારા ભક્ત મારા વાગી ' ; '' ?' For Private And Personal Use Only