________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ 139 ખાય છે કે જલપાન કરે છે, તે ઘર સ્વર્ગ સમાન પવિત્ર તીર્થ બને છે. તે ગૃહમાં રહેલ મનુષ્યનાં પાપ નષ્ટ થાય છે. મારા ભક્તોની સ્તુતિ, સેવા, ભક્તિ કરતાં પુણ્ય થાય છે. પ્રભુ મહાવીર વીર” એવી રીતે મારા નામને જાપ કરનારાઓને જેઓ ખવરાવીને ખાય છે અને તેઓની સર્વ પ્રકારે સેવા, ટાંપ વગેરે કાર્ય કરે છે તેઓ સ્વર્ગમાં દેવે બને છે. મારા ભક્તોની જીવનલીલાઓમાં જે પ્રભુત્વ, ગુણત્વ, અલૌકિકત્વ દેખે છે અને દેષ દેખતો નથી તે મારો ભક્ત બની છેવટે તે મારા સ્વરૂપી ભગવાન બને છે. મારા ભક્તો નાતજાતના ભેદ અંતરમાં જરાયે રાખતા નથી, છતાં લોકવ્યવહારમાં નાતજાતને વ્યવહાર પ્રસંગોપાત્ત રાખ પડે તે રાખે છે. રાગી ભક્તો કરતાં મારા સ્નેહી ભક્તો મોટા જાણવા. સ્નેહી ભક્તો કરતાં મારા પ્રેમી ભક્તો મેટા જાણવા, સનેહી (પ્રેમી) કરતાં મારામાં આસક્ત થયેલા ભક્તો મોટા જાણવા, આસક્ત કરતાં મારામાં વ્યસની થયેલા ભક્તો મોટા જાણવા, વ્યસની કરતાં મહાવીરને સ્વાર્પણ કરનારા ભક્તો મોટા જાણવા, મહાવીરને સ્વાર્પણ કરનારા ભક્તો કરતાં મારામાં એકરસરૂપ અભેદી થયેલા ભક્તોને સ્વયં ભગવદુરૂપ જાણવા. મારી પાછળ મારે ધર્મ પ્રવર્તાવનાર ગૃહસ્થ અને ત્યાગી ગુરુઓની સેવાભક્તિ કરનારા ભક્તોના જે ભક્તો થશે તે સર્વ પ્રકારના કર્મથી રહિત થઈ મોક્ષપદ પામશે. મારી પાછળ થનારા ગુરુઓ, ભક્ત, ત્યાગી ફક્ત મારા પર પ્રેમ ધારણ કરીને ગમે તેવા બાહ્ય મતમાં વર્તવા છતાં અન્તરથી સર્વ જીવથી અભેદી બની શુદ્ધાત્મમહાવીર પ્રભુરૂપ જે હું છું તેને પામશે. મારા જે ભક્તો મારી ભક્તિમાં તલ્લીન થશે તેઓ મારા સાકાર સ્વરૂપનાં અનેક અવસ્થાવાળાં દર્શન પામશે અને સર્વત્ર વ્યાપક અને નિરાકાર એવા તિસ્વરૂપનાં પણ દર્શન પામી પતે પરબ્રહ્મરૂપ બનશે. ગમે તેવા પાપીમાં ચાપી છે પણ મારું For Private And Personal Use Only