________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
અધ્યાત્મ મહાવીર મારા ભક્તો અનેક દેશ, ખંડ, પૃથ્વીએમાં ઉત્પન્ન થાય છે અને થશે. તેઓ મારા વિના બીજું કશું પ્રિય ગણતા નથી. મારા ભક્તો મારા નામનું સદા સ્મરણ કરે છે. તેઓ મને પામ્યા બાદ મને સર્વત્ર પ્રત્યક્ષ દેખ્યા કરે છે. પછી તે મારારૂપ બન્યા બાદ મારું મરણ, ધ્યાન, વ્રત, તપ, જપ, પૂજા વગેરે કરતા નથી. તેઓ તે મારારૂપ થઈ નિત્ય પ્રભુમય જીવનથી જીવ્યા કરે છે. તેઓ ગૃહસ્થાવાસમાં હોય છે તે વ્યવહારથી ગૃહસ્થધર્મ પ્રમાણે પ્રવર્યા કરે છે અને ત્યાગી હોય છે તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તે છે, અને નથી પણું વર્તતા. તેઓ વ્યવહારપ્રવૃત્તિમાં સ્વતંત્ર હોય છે તેથી તેઓ આમ વર્તવું કે આમ ન વર્તવું તેમાં પિતાની મરજી પર આધાર રાખે છે. મારા ભક્તોમાં પણ સર્વથી મારા પર પૂર્ણ પ્રેમ રાખનાર શ્રેષ્ઠ છે. મારા ભક્તોની સેવા કરનારાઓ મને જલદીથી પ્રાપ્ત કરે છે. મારા ભક્તોની સેવાભક્તિથી સ્વર્ગ અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે પછી ચકવતી વગેરેની પદવીઓ મળે તેમાં શું આશ્ચર્ય ?
મારા ભક્તોનાં હૃદમાં અવશ્ય મારે વાસ છે. મારે ભાવનાવિર્ભાવ ખરેખર ભક્તોમાં થાય છે. તેથી ભક્તોની સાથે મળવું, તેમને સમાગમ કરો, તેમનાં દર્શન કરવાં, તેમને પ્રસન્ન કરવા તે મારી સેવાભક્તિરૂપ છે. મારા ભક્તો રાજ્ય, લક્ષમી, સત્તા, ઘર, વ્યાપાર વગેરેને મારી પ્રાપ્તિમાં નાસિકાના મેલ સમાન તુચ્છ માને છે.
મારા ભક્તોને સમાગમ જેઓને વૈકુંઠ અને સ્વર્ગ કરતાં અનંતગણે પ્રિય લાગે છે તેઓ મારા ભક્ત એવા સાધુ, સૂરિ, બ્રાહ્મણની સેવાભક્તિ કરતાં બીજું કશું કંઈ ઈચ્છતા નથી. ભૂતકાળમાં સર્વ પૃથ્વીમાં જે પ્રભુપદ પામી મુક્ત થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં જેઓ થશે તે મારા ભક્તોની પ્રેમદષ્ટિના બળે જાણવા. જેઓનાં ઘેર મારા ભક્તોનાં પગલાં પડે છે, તેઓ
For Private And Personal Use Only