________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આડા આવતા આંતર-બાહા શત્રુઓને જીતવા તે જ તમારો જૈનધર્મ છે. તેનાથી ચલિત ન થાએ, કારણ કે એવા ધર્મથી જ્યાંત્યાં તમારો જય છે. દુષ્ટ શત્રુઓથી સદા સાવચેત રહે. તેનાથી ફસાએ નહીં. દુષ્ટ શત્રુઓની કલાઓને જાણે અને તેઓ કરતાં લાખે કરે ગણી કલાએ મેળવી તેઓને હરા. શરીરમાં રક્તનું એક યું હોય અને એક શ્વા છુવાસ વહેતે હેાય ત્યાં સુધી તેના ગુલામ ન બને અને અધર્મ અને અન્યાયના માર્ગમાં પ્રવૃત્તિ ન કરો. તમારા આત્માઓને ગુલામ તરીકે અન્ય મળેને કદી વેચે નહીં અને તમે કેઈના આત્માને ગુલામ કરો નહીં. મન, વાણી, કાયાને વેચે નહીં. પિતાના દેશને, કોમને અને સંઘને વેચે નહીં. લેહી રેડીને પણ અન્ય મનુષ્યને પરતંત્ર થતા અટકાવે. ખરાબ રીતરિવાજો અને કુરૂઢિઓ, કે જેનાથી પુરુષો અને સ્ત્રીઓ દુઃખી થતાં હોય અને દેશ, કોમ તેમ જ સંઘનો નાશ થતો હોય, તેઓનો નાશ કરો.
જે કાળે જે જીવનપ્રદ આહારદિક કર્મો હોય તે કરશે અને સ્વ-પરકલ્યાણ માટે જીવો. સાધુઓનું, સંતેનું, ગુરુઓનું કદી અપમાન ન કરો. તેઓની નિંદા ન કરો. તેમાંથી વિશ્વનું અસ્તિત્વ છે. સારા પાડોશીઓ પાસે ઘર કરો. પાડોશીએાના દુઃખમાં ભાગ લે. પાડોશીઓ પર સત્ય પ્રેમ ધારણ કરે. પાડોશીઓને સુધારો. તેઓની ઉન્નતિથી તમારી ઉન્નતિ કાયમ રહેશે. જેવા પાડોશીઓ તેવા તમે છે. તેઓ સારા હશે તે તમારાં બાળકે પણ સારાં થશે.
વર્તમાનમાં સર્વ પ્રકારની ઉન્નતિના માર્ગે તમે પ્રયાણ કરે. સત્યના માર્ગમાં એક ક્ષણમાં પ્રાણ સમર્પતા જહામાત્ર ખચકાતા નથી તેવા વીરે સ્વર્ગમાં દેવે બને છે. પોતાનામાં કદી નીચતા, દુષ્ટતા ન દેખે. આત્મા શુભાશુભ કર્મથી વસ્તુતઃ ભિન્ન છે તેથી તેને નિ નહીં. અશુભ કર્મોથી વર્તમાનમાં પાછા હઠે અને શુભ
For Private And Personal Use Only