________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
અધ્યાત્મ મહાવીર પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે તે વિશ્વમાં પિતાની સત્તા જમાવે છે. અને પિતાની આજ્ઞા પ્રમાણે વિશ્વને પ્રવર્તાવે છે.
સત્કાર્યોમાં પ્રવર્તતા આત્માને મેરુપર્વતની પેઠે ધીર અચલ બનાવો. સત્ય એ જ જૈનધર્મ છે. અસત્ય પર જય મેળવવા અને સત્ય તરફ ગમન કરવું એવો મારો જૈનધર્મ જે પાળે છે તે મને પામે છે. ધર્મના નામે થતા વાદવિવાદે, ચર્ચાઓ છેડી દે અને મન બની જેટલું ધાર્મિક સત્ય સમજાય તેટલું જાણે અને જેટલું કરી શકાય તેટલું કરો. ન કરી શકાય તેટલું ન કરે, પણ દંભ કે કપટ ન કરો અને એક અસત્ય કરતાં હજારો અસત્ય દવાના પ્રસંગમાં ન આવો.
ધર્મશાસ્ત્રોમાં જે જે બાબત સૂક્ષમ હય, અશેય જણાતી હાય તેના જ્ઞાન માટે પ્રયત્ન કરે. દેશકાળને અનુસરી જે ઉન્નતિ. નો માર્ગ જણાય તે તરફ ગમન કરો. ચારે તરફને પૂર્ણ વિચાર કરીને કર્તવ્ય કાર્ય કરો. જે જે ખંડમાં, જે જે દેશમાં મહાપુરુષે પ્રગટ થાય છે અને દેશ, સમાજ, પ્રજાને જે જે દુઃખમાંથી ઉદ્ધરે છે અને તેઓનાં સંકટ દૂર કરીને જે જે સારા માર્ગો બતાવે છે તે તે મહાપુરુષ અને મહાત્માઓ ખરેખર મારી તરફથી મારી જ્ઞાનાજ્ઞાપૂર્વક કાર્ય કરનારા થયા છે, થાય છે અને થશે.
સત્ય પર અનેક પ્રકારનાં અસત્યનાં પિપડાં બાઝી જાય છે તેને મહાત્મા મરણાન્ત કષ્ટ વેઠીને દૂર કરે છે. કોઈપણ મહાત્મા કે મહાપુરુષ મરણાંત દુઃખ, વિપત્તિ કે સંકટ વેઠયા વિના વિશ્વના મનુષ્યોને ધર્મ અને સત્યના માર્ગ ઉપર લાવી શકતા નથી. મહાત્માઓની અપકીર્તિ, નિંદા અને હેલના કરવા માટે દુષ્ટ લેકે બાકી મૂક્તા નથી, પણ મહામાઓ, સંત, મહાપુરુષે તે તરફ લક્ષ આપતા નથી. તેઓ તે સત્ય કર્તવ્ય કાર્યોને ચારે તરફથી એકસાઈ અને વ્યવસ્થા રાખીને કર્યા કરે છે અને તેથી જ તેઓ આત્મબળ પ્રાપ્ત કરી શકે છે
For Private And Personal Use Only